10 ઓક્ટોબર, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.

મેષ રાશી ભવિષ્ય

આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. તમે ઉજવણીના મૂડમાં હશો તથા પરિવારના સભ્યો તથા મિત્રો પાછળ નાણાં ખર્ચવા તમને ગમશે. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે, તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો. નોકરીમાં પરિવર્તન તમને માનસિક સંતોષ આપશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે. તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે.

વૃષભ રાશી ભવિષ્ય

તમે નવરાશની લહેજત માણવાના છો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. આજે તમારા કામની સરાહના થશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારૂં લગ્નજીવન આજે એક અદભુત તબક્કો જોશે.

મિથુન રાશી ભવિષ્ય

તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત સમય છે. નવી વિચારોને કસોટીની એરણ પર મુકવા માટે શ્રેષ્ઠ દિવસ. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

કર્ક રાશી ભવિષ્ય

તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે. તમારે તમરી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દૃઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકુળ ફેરફાર કરશો. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. તમારી આસપાસના અનેક લોકોને અસર કરે એવા પ્રૉજેક્ટને અમલમાં મુકવાની સત્તાવાહી સ્થિતિમાં તમે હશો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી-પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે.

સિંહ રાશી ભવિષ્ય

તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગશે-કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. મિત્રો તમારા અંગત જીવનમાં જરૂર કરતાં વધારે ચંચૂપાત કરશે. તમે જો મિત્રો સાથે સાંજ બહાર જશો તો ઈન્સ્ટન્ટ રૉમાન્સ તમારી તરફ આવી શકે છે. તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

કન્યા રાશી ભવિષ્ય

ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે. આથી, ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં.

તુલા રાશી ભવિષ્ય

આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. તમારા પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથિમકતા હોવી જોઈએ. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે.

વૃશ્ચિક રાશી ભવિષ્ય

આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂડમાં હશે. તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે.

ધન રાશી ભવિષ્ય

સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય. એક મુશ્કેલ તબક્કા બાદ, આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચયર્યચકિત કરી જશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

મકર રાશી ભવિષ્ય

તમારા બળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે. આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો. પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા ખોઈ બેસવામાંથી જ તમારી બેચેની અને તાણ ઉદભવ્યા છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે.

કુંભ રાશી ભવિષ્ય

આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે. સપનામાંના ભયને છોડો અને તમારા રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો. વ્યાપાર અને આનંદ-પ્રમોદને ભેગાં કરશો નહીં. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

મીન રાશી ભવિષ્ય

તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે-આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *