ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) પાસે આવેલા આમલીયારા(Amaliyara) ગામના મહાદેવ ફળિયામાં રહેતી 19 વર્ષની પ્રેરણા શર્મા નોકરીએ જાવ છું, કહીને ઘરેથી ગયા પછી તેની ડીકંપોઝ થઇ ગયેલી લાશ રહસ્યમય સંજોગોમાં ગુરુવારના રોજ છાણી કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મહત્વનું છે કે, મારી બહેન પ્રેરણાએ આપઘાત નથી કર્યો . પરંતુ, તેની આજવા-નિમેટામાં રહેતા અભય પલાસે ઠંડે કલેજે હત્યા લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાનો સનસનીખેજ આરોપ કરી મોટી બહેન પ્રિયા શર્મા દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, પરિવારજનો દ્વારા ગામના સ્મશાનમાં પ્રેરણાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ ઘટના અંગેની મળતી વિગત અનુસાર, વડોદરા પાસે વડોદરા-હાલોલ રોડ ઉપર આમલીયારા ગામ આવેલું છે અને આ આમલીયા ગામમાં મહાદેવ ફળિયામાં ખરદપાલ ઓમપ્રકાશ શર્મા પત્ની અને પાંચ સંતાનો સાથે રહે છે. ખરદપાલ શર્મા ગામડે ગામડે જઈને બંગડીઓ વેચવાનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓને પાંચ સંતાનો છે. જેમાં મોટી દીકરી પ્રિયા અને તેનાથી નાની પ્રેરણા સહિત ચાર દીકરીઓ છે જયારે એક પુત્ર છે. હાલમાં તો પ્રેરણાનું રહસ્યમય રીતે કેનાલમાં ડૂબી જવાને કારણે પજેલા મોતે આખેઆખા પરિવારને હચમચાવી નાંખ્યું છે.
પ્રિયાએ જણાવતા કહ્યું છે કે, બાપોદ પોલીસ મથકમાં અમારા દ્વારા આપવામાં આવેલી અરજીમાં પ્રેરણાને અભય પલાસ લઇને નીકળ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. પણ, પોલીસ તંત્ર દ્વારા અમારી અરજીને ગંભીરતાથી લેવામાં આવી નહોતી આવી. આ દરમિયાન અમારા થકી અભય પલાસનો ફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, તેનો કોઈ જ સંપર્ક થઇ શક્યો ન હતો.
જેને કારણે અમોએ અભયની પત્ની મિનાક્ષીબહેનનો કોન્ટેક્ટ કર્યો હતો. તેઓએ જણાવતા કહ્યું હતું કે, મારો પતિએ કોઇ કાંડ કર્યો છે, જેથી હું તેને લઇને પોલીસ સ્ટેશન પહોંચુ છું. પરંતુ, મિનાક્ષીબહેન તેના પતિ અભયને લઇ પોલીસ સ્ટેશનમાં આવી ન હતી. ત્યાર પછી અમોએ મીનાક્ષીબહેનનો ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ, તેનો ફોન પણ સ્વિચઓફ આવ્યો હતો. જેથી મારી બહેન પ્રેરણાને અભયેજ મારી નાંખી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાની શંકા વધુ મજબૂત બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.