અમેરિકામાં પટેલ પરિવારની દીકરીની હત્યામાં આરોપીને કોર્ટે ફટકારી 100 વર્ષની સજા- જાણો શું હતી સમગ્ર ઘટના

2021માં ભારતીય મૂળની પાંચ વર્ષ મિયા પટેલ નામની બાળકીના મૃત્યુ બદલ અમેરિકાના લ્યુઇસિયાનામાં 35 વર્ષીય વ્યક્તિને 100 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર મિયાનો પરિવાર મૂળ ગુજરાતમાં આવેલા નવસારીનો વાતની છે. શ્રેવપોર્ટના જોસેફ લી સ્મિથ નામના 35 વર્ષીય વ્યક્તિને મિયા પટેલની હત્યામાં દોષી ઠેરાવ્યો અને સજા સંભળાવવામાં આવી છે.

મિયા મોંકહાઉસ ડ્રાઈવ પર એક હોટેલના રૂમ બહાર માર્ચ 2021માં રમી રહી હતી ત્યારે મિયાને માથામાં ગોળી વાગી હતી. ત્યાર બાદ મિયાને તાત્કાલિક નજીકની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને સારવાર દરમિયાન ત્રણ દિવસ બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું.

જયારે આ ઘટનાની તપાસ કરતા હતા ત્યારે જાણવા મળ્યું કે, સુપર 8 મોટેલના પાર્કિંગમાં આરોપી સ્મિથનો એક અજાણી વ્યક્તિ સાથે ઝગડો થઈ રહ્યો હતો. સ્મિથે ઝગડા દરમિયાન આ વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું પણ ગોળી તેને ન વાગતા બાજુના રૂમ પાસે રમતી મિયાને વાગી ગઈ હતી. ત્યારે હાલ કોર્ટે અલગ અલગ ધારાઓ હેઠળ સ્મિથને 100 વર્ષની સજા ફટકારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મિયાના પિતા અમેરિકામાં હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે આ સમગ્ર ઘટના સર્જાય ત્યારે મિયાના પિતા સુપર 8 મોટેલના સંચાલનની જવાબદારી નિભાવી રહ્યા હતા અને તેઓ તેમની પત્ની-બાળકો સાથે ત્યાજ રહેતા હતા. મળતી માહિતી મુજબ મિયાનું પરિવાર ગુજરાતમાં આવેલા નવસારીના અરક પારડી વિસ્તારના વતની છે અને તેઓ છેલ્લા ઘણા અમેરિકામાં જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *