બિપોરજોય વાવાઝોડા વચ્ચે સૌથી મોટા સમાચાર, મહિલા-બાળકો સહીત 150 લોકોના મોત

Nigeria Boat Accident 103 People Died In Niger River: એક તરફ બિપોરજોય વાવાઝોડા (Cyclone Biparjoy) એ ભયંકર તબાહી મચાવી છે ત્યારે ધ્રુજાવી દેતી ઘટના પ્રકાસમાં આવી છે. બોટ પલટી જતા 100થી વધારે લોકોના મોત થયા છે. અમુક અહેવાલ અનુસાર, આ ઘટનામાં 150 લોકોના મોત થયા છે. આફ્રિકન દેશ નાઈજીરિયા (Nigeria) માં એક ભયાનક અકસ્માત (Boat Accident) સામે આવ્યો છે, જેમાં 103 લોકોના મોત થયા છે.

લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને શોધખોળ કરવામાં આવી રહી છે. સોમવારે સવારે થયેલા આ અકસ્માતમાં કોઈના બચવાની આશા ઓછી છે, પરંતુ તેમ છતાં સર્ચ ઓપરેશન ચલાવીને લોકોને શોધવામાં આવી રહ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, બોટમાં સવાર લોકો ઉત્તરી નાઈજીરિયાના નાઈજર રાજ્યના એગબોટી ગામમાં આયોજિત એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. નાઈજિરિયન પોલીસે જણાવ્યું કે, લોકો નાઈજર નદીમાં બોટની મદદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બોટમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા.

સવારે 3 વાગ્યે થયો અકસ્માત, કલાકો પછી મદદ પહોંચી
હાલ અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં 100થી વધુ લોકો સવાર હતા. અને ઘણા લોકો તેમની સાથે બાઇક પણ લઇ જતા હતા. આ દુર્ઘટના સવારે 3 વાગ્યે બની હતી, જેથી પીડિતો સુધી મદદ પહોંચી શકી ન હતી. લોકોને આ ઘટનાની ઘણા સમય પછી ખબર પડી.

સૌથી મોટી નદીઓમાં નાઈજરનો સમાવેશ થાય છે
ઘટનાના બીજા દિવસે મંગળવારે વહીવટી અધિકારીઓએ અહીં લોકોની શોધખોળ હાથ ધરી હતી. આ કામમાં સ્થાનિક લોકોએ પણ તેમની મદદ કરી હતી. તમને જણાવી દઈએ કે નાઇજર નદી નાઇજીરિયાની સૌથી મોટી નદીઓમાંની એક છે. આ નદી પશ્ચિમ આફ્રિકાની મુખ્ય નદી ગિનીમાંથી થઈને નાઈજીરિયાના નાઈજર ડેલ્ટામાં જાય છે. તે એક મુખ્ય વેપાર માર્ગ છે.

ખરાબ રસ્તાને કારણે બોટ દ્વારા મુસાફરી કરી રહ્યા છે લોકો
આફ્રિકાના સૌથી ગરીબ દેશોમાં નાઈજીરિયાની ગણતરી થાય છે. તેથી, અહીં બોટ દ્વારા પરિવહન સામાન્ય છે. એટલું જ નહીં ખરાબ રસ્તાઓને કારણે અહીં માલસામાનની હેરફેર પણ બોટ દ્વારા થાય છે. નાઇજીરીયામાં લાંબા અંતરની મુસાફરી માટે સ્થાનિક રીતે બનાવેલી બોટ અથવા નાના જહાજોનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગના અકસ્માતો ઓવરલોડિંગ અને જાળવણી પર ધ્યાન ન આપવાના કારણે થાય છે.

નાઈજીરિયામાં દરરોજ આવા અકસ્માતો થાય છે
તમને જણાવી દઈએ કે, ગયા મહિને ઉત્તર પશ્ચિમ નાઈજીરિયાના સોકોટો રાજ્યમાં નદીમાં બોટ પલટી જતાં 15 બાળકો ડૂબી ગયા હતા. અગાઉ 2022 માં, અનામ્બ્રા રાજ્યમાં પૂરના કારણે વહેતી નદીમાં બોટ પલટી જતાં 76 લોકોના મોત થયા હતા. મે 2021 માં, કેબી અને નાઇજર રાજ્યો વચ્ચે મુસાફરી કરતી વખતે લોકોને બજારમાં લઈ જતી બોટ તૂટી પડી હતી. આ અકસ્માતમાં માત્ર 20 લોકોના જ જીવ બચી શક્યા હતા, જ્યારે 150થી વધુ લોકો ગુમ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *