ગમખ્વાર અકસ્માતમાં પુરપાટ ઝડપે આવી રહેલ કારે એક્ટિવાને ફંગોળી, પતિ-પત્ની અને પુત્ર…

ગુજરાત(Gujarat): રાજયમાં આવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એક અકસ્માતની ઘટના વડોદરા(Vadodara)થી સામે આવી છે. જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરની દુમાડ ચોકડી(Dumad Chokdi) પાસે કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત(Car-Activa accident) સર્જાયો હતો. જેમાં કારે જોરદાર ટક્કર મારતા એક્ટિવા પર સરવાર પતિ-પત્ની અને પુત્ર રોડ પર પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા.

મહત્વનું છે કે, આ અકસ્માત મામલે છાણી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, વડોદરાના યાકુતપુરા મદાર મોહલ્લામાં રહેતા 50 વર્ષીય સકીલ ગુલામરસુલ વ્હોરાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં જણાવતા કહ્યું છે કે, 24 માર્ચના રોજ હું, મારી પત્ની રસીદા અને મારો પુત્ર તહૂર કંજરી બોરીયાવીથી મારી એક્ટિવા પર વડોદરા આવી રહ્યા હતા. તે સમયે સવારે પોણા દસ વાગ્યાની આજુબાજુ નેશનલ હાઇવે પર દુમાડ કટ નજીક અજાણ્યા વાહને અચાનક જ અમારી એક્ટિવાને ટક્કર મારી દીધી હતી. જેને કારણે અમે એક્ટિવા પરથી નીચે પટકાયા હતા. જેને લીધે હું, મારી પત્ની અને પુત્રને ઈજા પહોંચી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માત કરનાર વાહનનો નંબર GJ-04-CR-1520 હતો. ગમખ્વાર અકસ્માત સર્જાતા ટોળું ભેગુ થઈ ગયું હતું. જેમાંથી કોઈ દ્વારા ફોન કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને અમને ત્રણેયને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મારા ડાબા હાથનો એક્સ-રે કરવામાં આવતા ખભાથી નીચેના ભાગે ફ્રેક્ચર થયું હોવાની જાણ થઇ હતી. જયારે મારી પત્નીને વધુ સારવાર અર્થે આણંદ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને મારા દીકરાને સામાન્ય ઇજા પહોંચી હોવાથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *