રામનવમી(Ram Navami)ના અવસર પર એક કાળજું કંપાવી દે તે પ્રકારની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રાજસ્થાન(Rajasthan)ના કોટા(Kota)માં રામ નવમીના અવસર પર એક દર્દનાક ઘટના(Incident) ઘટી હતી. જ્યાં ગુરુવારના રોજ નીકળેલી શોભાયાત્રા દરમિયાન વીજ કરંટ લાગવાથી 3 લોકોના મોત(3 people died) થયા હતા અને 4 ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટના સુલતાનપુર શહેરના કોટડાદીપ ગામમાં ઘટી હતી. અખાડાના યુવાનો કરતબો બતાવી રહ્યા હતા. તે જ સમયે ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનમાં એક યુવકનું ચક્ર ફસાઈ ગયું હતું, જેના કારણે કરંટ ફેલાઈ ગયો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.
राजस्थान के कोटा में रामनवमी पर हादसा
शोभायात्रा के दौरान करंट लगने से 3 लोगों की मौत
4 लोग गंभीर रूप घायल, अस्पताल में भर्ती
सुल्तानपुर कस्बे के कोटडादीप गांव में हादसा pic.twitter.com/H6CVMFfcHM
— Manoj Manu (@ManojManuIN) March 30, 2023
જણાવવામાં આવી રહ્યું છે કે, શોભાયાત્રામાં અખાડાના પરફોર્મન્સ દરમિયાન 11 KV હાઈ ટેન્શન લાઈનના વાયરને અડતા એક યુવક વીજ કરંટ લાગ્યો અને જેના કારણે તે કરંટ અન્ય ત્રણ યુવકોને લાગતા ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને પ્રાથમિક સારવાર બાદ કોટા રીફર કરવામાં આવ્યા હતા. સ્થળ પર હાજર લોકોએ લાકડીઓ અને પાણીનો મારો ચલાવી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કરંટ એટલો જોરદાર હતો કે ઘણા લોકો સ્થળ પર જ અચંબિત થઇ ગયા હતા અને શોભાયાત્રામાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.
આ સિવાય યુવાનોને CPR આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક નજીકની સુલતાનપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ યુવાનોને મૃત જાહેર કરાયા હતા. મૃતક યુવકોના નામ લલિત, ભિષેક અને મહેન્દ્ર છે, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ હિમાંશુ, રાધેશ્યામ અને અમિતને કોટાની MBS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા:
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી. જિલ્લા કલેક્ટર ઓપી બંકર, ગ્રામીણ પોલીસના એસપી કવેન્દ્ર સાગર પણ કોટાની એમબીએસ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી અને ડોક્ટરોને વધુ સારી સારવાર આપવા સૂચના આપી. પોલીસનું કહેવું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.