મરી પરવારી માનવતા… જાહેરમાં જ મહિલા શિક્ષિકાને માર્યા લાત-ઘુસા

જોધપુર, રાજસ્થાન: જોધપુર શહેરના કુડી ભગતસાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક પર સવાર યુવકે નજીવી બાબતે મહિલા શિક્ષિકાને લાત અને થપ્પડ મારી હતી. જયારે શિક્ષિકા શાળાએથી…

જોધપુર, રાજસ્થાન: જોધપુર શહેરના કુડી ભગતસાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક પર સવાર યુવકે નજીવી બાબતે મહિલા શિક્ષિકાને લાત અને થપ્પડ મારી હતી. જયારે શિક્ષિકા શાળાએથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાય હતી. આ ઘટના ના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં એક યુવક દુકાન પાસે પાર્ક કરેલી સ્કૂટી પર સવાર એક મહિલાને થપ્પડ અને લાત મારતો જોવા મળી રહ્યો છે.

કુડી ભગતસાની પોલીસ સ્ટેશનના પ્રભારી સુમેરદાન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,આ ઘટના બુધવારે બપોરે 2.50 કલાકે બની હતી. મહિલા પાલ રોડ પર આવેલી ખાનગી શાળામાં શિક્ષિકા છે. તે કેકે કોલોની રોડ પર સ્કૂટી પર ઘરે જઈ રહી હતી. આ દરમિયાન જ્યારે મહિલાએ સ્કૂટી વળી ત્યારે પાછળથી બાઇક પર આવી રહેલા યુવકની ગાડી સ્કૂટી સાથે અથડાતા અથડાતા રહી ગઈ. તેથી મહિલાએ યુવકને યોગ્ય રીતે ગાડી ચાલવાની સલાહ આપીને સેન્ટ્રલ પાર્ક તરફ વળ્યા હતા.

આ પછી યુવકે ગુસ્સામાં બાઇક પર મહિલાનો પીછો કર્યો. સેન્ટ્રલ પાર્ક પાસે શાકભાજીની દુકાન પાસે યુવકે તેની સ્કૂટી આગળ બાઇક મૂકીને મહિલાને રોકી હતી અને સ્કૂટી પર બેઠેલી મહિલાને માર માર્યો હતો. મહિલાએ હેલ્મેટ પહેરેલુ હતું. યુવકે પૂરા જોરથી હેલ્મેટને બે વાર થપ્પડ મારી અને પછી સ્કૂટીને લાત મારી હતી. મહિલાની સ્કુટી અને સામાન પડી ગયો હતો.

આ પછી યુવકે મહિલાને ધમકી આપી અને બાઇક સ્ટાર્ટ કરીને જતો રહ્યો. આ બધું થોડીક સેકન્ડમાં થઇ ગયું હતું. ઘટના બાદ જ્યારે આરોપી યુવક તેની બાઇક તરફ ગયો ત્યારે સ્કૂટી પર આવેલા બે યુવકો પણ ત્યાં રોકાયા હતા. પરંતુ તેઓએ આરોપીને પકડવાનો કે મહિલાને મદદ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. તમાશો જોઈને તેઓ ચાલ્યા ગયા હતા.

તપાસ અધિકારી આર્મોસ મીના સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અચાનક બનેલી આ ઘટનાથી મહિલા ડરી ગઈ. તે લાંબા સમય સુધી આઘાતમાં ત્યાં ઉભી રહી અને તેથી તે બદમાશનો વિરોધ પણ કરી શકી નહીં. ઘટના બાદ મહિલા ઘરે ગઈ અને તેની માતા સાથે મહિલા કુડી પોલીસ સ્ટેશન પહોંચી અને કેસ નોંધ્યો હતો. હાલ પોલીસ સીસીટીવીના આધારે હુમલો કરનાર વ્યક્તિને શોધી રહી છે.

પોલીસે જણાવ્યું કે ફરિયાદ મુજબ મહિલા યુવકને ઓળખતી ન હતી. મહિલા યુવકની બાઇકનો નંબર પણ નોંધી શકતી નહોતી. તેણે કહ્યું કે તેણે તેને રસ્તા પર યોગ્ય રીતે ગાડી ચાલવાની સલાહ આપી ત્યારથી જ યુવકે મહિલાનો પીછો શરુ કર્યો હતી અને મહિલાને કુડી રોડ પર એક દુકાન આગળ રોકી હતી.

પોલીસે જણાવ્યું કે રસ્તામાં મહિલા પર નિર્દયતાથી હુમલો કર્યા બાદ યુવક રસ્તા પરથી ભાગી ગયો હતો. આ વિસ્તારની દુકાનોના સીસીટીવી બે કલાક સુધી જોવામાં આવ્યા હતા. આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે. યુવકે હેલ્મેટ પહેરેલુ હતું. સીસીટીવીમાં બાઇકના નંબર યોગ્ય રીતે દેખાતા નથી. પોલીસની તપાસ શરુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *