LPG Cylinder Price: 1 એપ્રિલ એટલે કે આજથી ગેસના ભાવમાં મસમોટો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ કંપની(Petroleum Companys)ઓ સામાન્ય રીતે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1લી એપ્રિલે LPG સિલિન્ડરની કિંમતોમાં કેટલાક સુધારા કરે છે. એક રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2024ના પહેલા દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડર(Commercial gas cylinder)ની કિંમતમાં લગભગ 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
19 kg Commercial LPG cylinder prices reduced by Rs 91.50. 19 kg commercial cylinder will cost Rs 2,028 in Delhi. No change in domestic LPG prices: Sources
— ANI (@ANI) April 1, 2023
ગયા મહિને જ કેન્દ્ર સરકારે 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 350 રૂપિયાનો વધારો કર્યો હતો. 2022માં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં 1,768 રૂપિયાના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
ઘરેલું LPG સિલિન્ડર કરતાં કોમર્શિયલ ગેસનાના ભાવમાં વધારો-ઘટાડો થઇ રહ્યો છે. ગયા વર્ષે આ મહિને દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 2,253 રૂપિયામાં વેચાઈ રહ્યો હતો. એક વર્ષમાં એકલા રાષ્ટ્રીય રાજધાનીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 225નો ઘટાડો જોવા મળ્યો છે.
માર્ચમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) યોજનાના 9.59 કરોડ લાભાર્થીઓને 14.2 કિલોના એલપીજી ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળશે. બધા પરિવારો 12 સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડર માટે પાત્ર છે. આનાથી બજાર ભાવે વધારાના સિલિન્ડર ખરીદી શકાય છે.
કોમર્શિયલ એલપીજીના ભાવમાં રૂપિયા 91.5 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે કરવામાં આવેલી કપાતની આ મહત્તમ મર્યાદા છે. આ ભાવ ઘટાડો દિલ્હી અને મુંબઈમાં લાગુ છે. આ સાથે કોલકાતામાં LPG સિલિન્ડરની ભાવમાં 89.50 રૂપિયા અને ચેન્નાઈમાં 75.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સતત પાંચમા મહિને તેલના ભાવમાં ઘટાડો:
નોંધપાત્ર વાત એ છે કે, તેલના ભાવમાં સતત પાંચમા મહિને ઘટાડો થયો છે. 2020 ની શરૂઆતની તુલનામાં, આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગેસના ભાવમાં આ ઘટાડો યુએસની આર્થિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે બજારોને હચમચાવી દેનાર બેંકિંગ કટોકટીની પૃષ્ઠભૂમિ સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.