વીજબીલ જોઇને સુરતના ડાયમંડ બ્રોકરને હાર્ટ એટેક આવતા-આવતા રહી ગયો… કંપનીએ મોકલી દીધું અધધ 2,79,648 રૂપિયાનું બિલ

સુરત(Surat): શહેરમાં DGVCLની એક ભૂલને કારણે વ્યક્તિનો જીવ અધ્ધર થઈ જવા પામ્યો હતો. શહેરના અડાજણ(Adajan) પાટીયા વિસ્તારમાં આવેલા દીપા કોમ્પ્લેક્સમાં રહેતા હીરા દલાલને ભૂલથી દક્ષિણ…

સુરત(Surat): શહેરમાં DGVCLની એક ભૂલને કારણે વ્યક્તિનો જીવ અધ્ધર થઈ જવા પામ્યો હતો. શહેરના અડાજણ(Adajan) પાટીયા વિસ્તારમાં આવેલા દીપા કોમ્પ્લેક્સમાં રહેતા હીરા દલાલને ભૂલથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ(DGVCL) દ્વારા 2.79 લાખ રૂપિયાનું લાઈટ બીલ ઠપકારી દેવાતા વેપારી ડાયમંડ બ્રોકર(Diamond Broker) મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, વેપારી દ્વારા આજ દિન સુધી ટોટલ 256 યુનિટ જ વીજ વપરાશ કરવામાં આવ્યો હતો. જેની સામે GEB દ્વારા 30291 યુનિટની બિલ બનાવીને આપી દેવામાં આવ્યું હતું. જોકે GEB એ પોતાની ભૂલ સ્વીકારી છે અને નવું બિલ બનાવી આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલા દીપા કોમ્પ્લેક્સના B-1 અરિહંત કોમ્પ્લેક્સના ઘર નંબર 701માં જીગ્નેશકુમાર ફુફાણી વસવાટ કરે છે. ડાયમંડ બ્રોકર જીગ્નેશ કુમાર હીરાની દલાલીનો નાનો મોટો વેપાર કરી રહ્યા છે. તેમના ઘરે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનો વીજળી સપ્લાય મળી રહ્યો છે. ત્યારે આ વેપારી આ વખતે પોતાના ઘરનું વીજળીનું લાઈટ બિલ જોઈને આંખો ફાટેલીને ફાટેલી રહી ગઈ હતી.

જીગ્નેશ કુમારે લાઈટ બિલ હાથમાં પકડતા જ તેમને 440 વોટનો કરંટ લાગ્યો હોય તેમ ચોંકી ઉઠ્યા હતા. અત્યાર સુધી જીગ્નેશભાઈ 1500થી 2500 રૂપિયાનું સરેરાશ બિલ ભરતા આવ્યા હતા. ત્યારે હવે આ વખતે અચાનક જ DGVCL દ્વારા જીગ્નેશભાઈને 2.79 લાખ રૂપિયાનું વીજળી વપરાશનું બિલ ઠપકારવામાં આવતા તેમનો જીવ જાણે અધ્ધર થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય હતી.


મીટર રીડિંગમાં ભૂલ થવાને કારણે મસમોટું બિલ આવ્યું

લાખો રૂપિયાનું લાઈટ બિલ મેળવનાર જીગ્નેશભાઈ ફુફાણીએ જણાવતા કહ્યું હતું કે, હું સામાન્ય હીરા દલાલીનો વેપાર કરી રહ્યો છું. મહિને પંદરથી વીસ હજાર એવરેજની કરું છું. દર વખતે હું 1,500થી 2500ની વચ્ચે વીજળી બિલ આવે છે, તે હું ભરી શકું છું. ગઈ વખતે પણ 1394 લાઈટ બિલ આવ્યું હતું અને મે 1400 રૂપિયા ભરી પણ દીધું હતું. પરંતુ આ વખતે અચાનક જ એક સાથે 2,79,000 જેટલું લાઈટ બિલ આવવાને કારણે હું ડિપ્રેશનમાં આવી ગયો હતો. મેં અને મારા સાથી મિત્રએ બિલમાં ક્યાંક ભૂલ હોવાની વાત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ(DGVCL)ને ફોન કરી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, ત્યારે તેમણે એમ જ જણાવતા કહ્યું હતું કે, બિલ તો તમારે ભરવું જ પડશે. જેથી હું ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયોહતો અને મારા મિત્ર પાસે મેં બિલ ભરી દેવા માટે બે લાખ રૂપિયા પણ માંગ્યા હતા.

મહત્વનું છે કે, વેપારીને આપવામાં આવેલા લાખો રૂપિયાના બિલ અંગે DGVCLના અધિકારી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે અડાજણ ઝોનના વીજ અધિકારી ગામીત સાહેબ જણાવતા કહ્યું હતું કે, જીગ્નેશભાઈને જે બિલ આપવામાં આવ્યું છે. તેમાં રીડિંગ સમયે ટાઈપીંગ મિસ્ટેક થઈ ગઈ હતી. ઘણી વાર રીડિંગ લેવા જતા કર્મચારી દ્વારા ભૂલથી આંકડાની ફેરબદલ થઈ જતી હોય છે. અમે જીગ્નેશભાઈને કહ્યું છે કે, તમારું બિલ નવું જનરેટ થઈને મોકલી દેવામાં આવશે. પરંતુ રામનવમીને કારણે રજા હોવાથી તેમનું નવું બિલ જનરેટ કરી શકાયું ન હતું. પરંતુ આજે તેમનું બિલ જનરેટ થઈ ચુક્યું છે, અને તેમને પહોંચાડી પણ દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *