બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri) છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે હવે મધ્યપ્રદેશથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બાગેશ્વર ધામ પ્રત્યેની અતૂટ ભક્તિ એક મહિલા માટે જીવલેણ સાબિત થઈ હતી, જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના જબલપુર(Jabalpur)માં બાગેશ્વર ધામ(Bageshwar Dham) પ્રત્યેની અતૂટ ભક્તિ એક મહિલા માટે જીવલેણ સાબિત થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. જો વાત કરવામાં આવે તો જબલપુરમાં રહેતી મહિલા પલ્લવી ચૌધરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને તેની પાછળનું કારણ કઈંક એવું હતું જેને સાંભળીને તમે પણ થોડી ક્ષણો માટે ચોંકી જશો.
જાણવા મળ્યું છે કે, એ મહિલાનો પતિ તેને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારમાં લઈ જઈ શક્યો ન હતો અને એ બાદ મહિલાએ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર મહિલા પલ્લવીને બે સંતાન પણ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંદીપ ચૌધરી તેની પત્ની પલ્લવી, બે બાળકો અને તેની માતા સાથે રહેતો હતો. સંદીપની વૃદ્ધ માતાને ગંભીર બીમારીથી પીડિત છે અને પરિવારની આર્થિક સ્થિતિ પણ ખુબ જ ખરાબ છે. સંદીપ કોઈ પણ રીતે કમાઈને પોતાના બે બાળકોને ભણાવી રહ્યો છે અને તેની વૃદ્ધ બીમાર માતાની સારવાર કરાવી રહ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે, સંદીપની પત્ની પલ્લવી ચૌધરી રોજ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવચનો સાંભળતી અને ઘરની સમસ્યાઓ અને મુશ્કેલીનો અંત લાવવા માટે ધીરેન્દ્ર શાસ્ત્રી જે કહેતા હતા તે બધું જ માનતી હતી.
પણ બને છે એવું કે, 27 માર્ચના રોજ પલ્લવીએ તેના પતિને આગ્રહ કર્યો હતો કે, પનગરમાં યોજાવા જઈ રહેલી ધીરેન્દ્ર શાસ્ત્રીની ભાગવત કથામાં જવું છે અને તે દિવસે સંદીપ તેની બીમાર માતાને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાનો હતો અને હોસ્પિટલમાં તેને મોડું થઈ ગયું હતું.
બીજી બાજુ ઘરે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કથામાં જવાની રાહ જોઈ રહેલી પલ્લવીએ ગુસ્સામાં આવીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે ઘટના પછી તરત જ પડોશીઓ સાથે મળીને ઘરનો દરવાજો તોડ્યો હતો અને પલ્લવીને લટકતી જોઈને પોલીસને જાણ કરવામાં અવી હતી અને હાલ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.