ભારતના ગામડે-ગામડે યુવાનોમાં ટેલેન્ટ ભરેલું છે અને તેમાં પણ ખાસ કરીને તેઓ સ્પોર્ટસમાં આગળ આવવા માંગતા હોય છે. દર વર્ષે સ્પોર્ટસ માટે બજેટ તો ફાળવવામાં આવે છે પરંતુ તે નાણા ખેલાડીઓ સુધી પહોંચતા જ નથી. એમ કુસ્તીની દુનિયામાં પોતાનું નામ રોશન કરનાર હરિયાણાની ગીતા ફોગટનું કહેવું છે.
૧૧ ઓક્ટોબરના રોજ દર વર્ષે ગર્લ ચાઈલ્ડ ડે ઉજવામાં આવે છે તેના ભાગરુપે ગીતો ફોગટ વડોદરા આવી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં ગીતાએ કહ્યું કે, તમામ એથ્લેટ્સે ઓલિમ્પિકમાં મેડલ જીતવા નહીં પણ પોતાના સ્વાસ્થ્ય માટે કોઈપણ રમત રમવી જ જોઈએ. આપણા સમાજમાં પણ ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. ‘બેટીયા કુછ ભી કર સક્તી હૈ’ એટલા જ માટે ઘણી છોકરીઓ સ્પોર્ટસ ક્ષેત્રે આગળ આવી રહી છે. દરેક ક્ષેત્રની જેમ આ ક્ષેત્રમાં પણ જાતીય સતામણીની ફરિયાદ હોય જ છે. પરંતુ તેનાથી બચવા છોકરીઓએ સ્ટ્રોંગ અને આત્મવિશ્વાસી રહેવું જરુરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.