દેશની સુરક્ષા માટે ખતરા નું કારણ બની PUBG ગેમ, સીઆરપીએફના જવાનોની ઉડાવી ઊંઘ

Published on Trishul News at 1:31 PM, Mon, 13 May 2019

Last modified on May 14th, 2019 at 4:50 AM

વિડીયો ગેમ પબજી એકવાર ફરી વિવાદોમાં આવી છે. આ વખતે pubg ગેમ નો શિકાર દેશની સુરક્ષા માટે ઊભા સીઆરપીએફના જવાનો બન્યા છે. જી હા, એ જવાનો કે જેમને ખૂબ જ કપરી ટ્રેનિંગ આપવામાં આવે છે, કારણ કે તેઓ માનસિક રીતે મજબૂત બની શકે, પરંતુ આ ગેમેં તેમને પણ લગાવી દીધી છે. આ સીઆરપીએફના જવાનો નકશો થી પ્રભાવિત છત્તીસગઢ રાજ્ય માં સુરક્ષા કરી રહ્યા છે. હાલત એ રીતે બગડયા છે કે આ ગેમને કારણે જવાનો એકબીજા સાથે પણ સંવાદ કરતા નથી, ગેમ માં જ મશગૂલ રહે છે. આ કારણે સીઆરપીએફના જવાનોને સોશિયલ ગેમ પબજી ને પોતાના ફોનમાંથી તરત જ હટાવવાનો આદેશ મળ્યો છે.

સંવાદ બંધ થયો અને નીંદર પણ ઊડી ગઈ

સીઆરપીએફના અધિકારીઓએ અનુસાર કારણે જવાનોને ઊંઘ પર પણ અસર થઈ છે. જેના કારણે નક્સલ વિરોધી ઓપરેશનમાં પણ અમુક મુસીબતો આવે છે. છત્તીસગઢના પ્રભાવિત વિસ્તારોમાં સીઆરપીએફના જવાનો દરમિયાન ત્રણથી પાંચ દિવસ સુધી જંગલોમાં રહે છે. આ દિવસો દરમિયાન સોશિયલ મીડિયા પર તેઓ સક્રિય નથી રહી શકતા. જ્યારે તેઓ કેમ છો માં પાછા ફરે છે ત્યારે pubg ગેમ રમીને પોતાનો સમય વિતાવે છે. આ કારણે દરેક જવાનને પોતાના ફોનમાંથી પબજી ગેમ ડીલીટ કરવાનો ઓર્ડર મળ્યો છે.

બિહારના સીઆરપીએફના જવાનોએ પબજી બેન કરી

બિહારમાં સીઆરપીએફ પાંચ દિવસ પહેલા જ પબજી ને બેન કરી દીધી છે. બિહારના સીઆરપીએફના યુનિટે આ વાતને લઈને નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં લખ્યું છે કે સીઆરપીએફના યુવા જવાનો ને હિંસક લાગી ગઈ છે. આ લતને કારણે જવાનોની ઓપરેશન સમતા પણ ઓછી રહે છે. સાથે જ તેઓ આક્રમક થઈ રહ્યા છે અને તેમને એટીટ્યુડ સંબંધી પ્રોબ્લેમો પણ દેખાઈ રહ્યા છે.

સીઆરપીએફના 40 હજારથી વધુ જવાનોને લત લાગી ગઇ છે

છત્તીસગઢમાં નક્સલી પ્રભાવિત વિસ્તારોમાં સીઆરપીએફના ૪૦ હજારથી વધુ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. તેમનામાંથી મોટાભાગના જવાનોને પબજી ની લત લાગી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "દેશની સુરક્ષા માટે ખતરા નું કારણ બની PUBG ગેમ, સીઆરપીએફના જવાનોની ઉડાવી ઊંઘ"

Leave a comment

Your email address will not be published.


*