દુનિયામાં એવા કેટલાંય જળકુંડો છે જેમના રહસ્યો આજે પણ અજાણ્યા છે. એક એવા જ રહસ્યોથી ભરપુર કુંડો ભારતમાં પણ છે. આ કુંડનુ રહસ્ય જાણીને તમે પણ હેરાન રહી જશો અને વિચારશો કે આવુ કેવી રીતે થઈ શકે છે. તો ચાલો જાણીએ આ રહસ્યમયી કુંડ વિશે.
આ રહસ્યમયી કુંડ ઝારખંડના બોકારો જીલ્લામાં સ્થિત છે. તેના વિશે એવુ કહેવાય છે કે જો તમે કુંડની સામે તાળી વગાડો તો પાણી પોતાની જાતે ઉપર ઉઠવા લાગશે. આ જોવામાં એવુ લાગે જાણે કોઈ વાસણમાં પાણી ઉકળતુ હોય છે. આ રહસ્યની જાણકારી અત્યાર સુધી વૈજ્ઞાનિક પણ લગાવી શક્યા નથી.
તેને દલાહી કુંડના નામે એળખવામાં આવે છે. આ કોંક્રીટની દીવાલોથી બનેલો છે કહેવાય છે કે આ કુંડ માંથી ગરમીમાં ઠંડા અને ઠંડામાં ગરમ પાણી નિકળે છે. આ પણ એક રહસ્ય છે.
લોકોની માન્યતા છે કે આ કુંડમાં પાણીમાં નહાવાથી ચામડીના રોગો દુર થાય છે. ભૂ-વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જો આ પાણીથી નહાવા પર ચામડીના રોગ દુર થાય તો તેનો અર્થ એ છે કે તેમાં ગંધક અને હીલિયમ ગેસ મળેલો હોય શકે છે.
આ જગ્યા પર દર વર્ષે મકરસંક્રાંતિ પર મેળો લાગે છે દુર-દુરથી લોકો અહીં નહાવા આવે છે આ રહસ્યમયી કુંડની પાસે દલાઈ ગોસાઈ નામનુ દેવતાનુ સ્થાન છે જ્યાં દર રવીવારે લોકો પૂજા અર્ચના કરવા માટે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.