Dr પ્રતીક સાવજ: મિત્રો તમે જાણતા જ હશો કે, IPLથી લઇને દુનિયામાં દરેક જગ્યાએ ચાલતી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં સટ્ટો રમાઈ રહ્યો છે. એમાં પણ અત્યારના સમયમાં તમારા મોબાઈલમાં આવતી વિવિધ એપ્લીકેશનો જેવી કે… DREAM11, RUMMY, LOTUS 365, MY11CIRCLE, A23 અને આવી કેટલીય એપ્લીકેશનોમાં જાહેરમાં જ એક પ્રકારે સટ્ટો રમાઈ રહ્યો છે. કઈ કર્યા વગર પૈસા કમાવવાની લાલચ કોને ન હોય… આ જ લોકો આવી એપ્લીકેશન નો વધારે ઉપયોગ કરે છે. આ રમતમાં કેટલાયના પરિવારો હોમાયા છે અને કેટલાય લોકો જીવવાની રીત ભૂલ્યા છે. હાલ આવી જ એક કહાની સામે આવી છે, જે દરેકે ધ્યાનથી વાંચવી જોઈએ અને બીજાને પણ વંચાવવી જોઈએ…
થોડા દિવસો પહેલા હું એક સંબંધીને ત્યાં ગયો હતો, અમે બધા બેઠા બેઠા વાતો કરતા હતા પણ, મારા કાકા મોબાઇલમાં કંઈક કરી રહ્યા હતા. મેં પૂછ્યું – કાકા, શું કરો છો? એ કશું બોલ્યા નહીં. ને ઉભા થઈને જોયું તો – મોબાઇલમાં ક્રિકેટની રમત રમી રહ્યા હતા. મેં કહ્યું – થોડીવાર ફોન બાજુ પર મૂકી દોને, બધા ભેગા થયા છીએ તો… ત્યાં જ મારા કાકી બોલ્યા – એ નહીં મૂકે, એમને મોબાઈલની આદત થઈ ગઈ છે.
ત્યાર પછી કાકી એ જે કંઈપણ કહ્યું એ મારા માટે બહુ ચોખાવનારું હતું. કાકી એ કહ્યું – કાકા ઉઠે ત્યારથી સવારે મોબાઇલમાં ગેમ રમતા હોય છે. પ્રાણાયામ કરતા હોય ત્યારે, ચાલ્યા જાય ત્યારે એમની ગેમ ચાલુ ને ચાલુ જ રહે છે. હું વિચારોમાં ચડી ગયો. મારા કાકા અચાનક મોબાઇલની આ રમતો વચ્ચે કેમ પડી ગયા? આવું કઈ રીતે થયું? રાત્રે ઘરે આવ્યો ત્યારે પણ આ જ વિચારો ચાલતા હતા.
સવારે હોસ્પિટલ જઈ રહ્યો હતો ત્યારે મારી નજર હોર્ડિગ્સ પર પડી. મારા ઘરથી હોસ્પિટલના રસ્તામાં ઓછામાં ઓછા આઠ થી દસ એવા હોર્ડિગ્સ હતા, જેના પર લખ્યું હતું કે, ‘ક્રિકેટ રમો અને પૈસા જીતો…’ હું યુટ્યુબ જીવ ત્યારે પણ ગેમ રમો – પૈસા જીતોને જાહેરાતો આવતી રહે છે. મને લાગે છે કે આવી જાહેરાતો સબ કોન્સિયન્સ મગજમાં છાપ છોડે છે અને આપણે ક્યાં તો પૈસા માટે અને ક્યાં તો મજા માટે આવી રમતો રમતા થઈ જઈએ છીએ.
મારા શહેરને હું કહેવા માગું છું કે એકવાર તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, પૈસા ભરો પછી એ રમત રહેતી નથી. એક આદત બની જાય છે. મહાભારતમાં જુગારની આદતે પાંડવો પાસેથી આખું રાજપાટ છીનવી લીધું હતું. એ વાતે આપણે અજાણતો નથી જ..!! જુગારની આદત ક્યારેય સારું પરિણામ આપતી નથી. જ્યારે આવી એપ્લિકેશનની મદદથી તમે જુગાર રમતા હોવ ત્યારે શરૂઆતમાં તમે જીતો, એટલે તમને ફરી પૈસા નાખવાનું મન થાય… અને ફરી તમે જીતો, એટલે તમે વધારે પૈસા નાખો અને પછી ધીરે ધીરે હારવા લાગો. એટલે ફરી પૈસા બમણા કરી નાખવાની લાલચ જાગે, અને લાલચ નું સર્કલ પૂરું થાય જ નહીં.
મારું મારા શહેરને કેવું છે કે – મહેરબાની કરીને આવી ખરાબ આદતો વધારથી ગેમ રમવાનું બંધ કરો. આપણી પાસે કરવા જેવા બીજા ઘણા કામો છે! ‘હાર્યો જુગારી બમણો રમે’ આ કહેવતને ક્યારેય ભૂલશો નહીં. મોબાઇલમાં રમતો આ જુગાર તમને એક એવી દિશા તરફ લઈ જઈ રહ્યો છે જ્યાંથી એમ કેમ પાછા ફરવાનો કોઈ માર્ગ મને દેખાતો નથી. એટલે મહેરબાની કરીને અંહિથી જ અટકી જજો! -ડોક્ટર પ્રતીક સાવજ (ઇન્ફેક્શન નિષ્ણાત)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.