છેલ્લા 52 દિવસથી ગુમ વડોદરાની જુડવા બહેનો એવી હાલતમાં મળી કે, પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ

વડોદરા (Vadodara): 52 દિવસથી ગુમ વડોદરાની કોલેજીયન યુવતીઓનો 53માં દિવસે પત્તો લાગ્યો છે. બંન્ને યુવતીઓ માતરના લીંબાસી પોલીસે હાજર થઈ ગઈ છે અને હાલ બંન્ને યુવતીઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. દોઢએક મહિના પહેલા વડોદરાના હરણી ખાતેથી બે કોલેજીયન યુવતી ભેદી રીતે લાપતા થતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચને ત્યાં સમગ્ર મામલો પહોંચ્યો હતો. આ યુવતીઓને શોધવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પોલીસે આકાશ પાતાળ એક કર્યું હતું. તેમ છતાય ઘટનાના 50 દિવસ થઇ ગયા હોવા છતાય આ બંને કોલેજીયન યુવતીઓની કોઈ ભાડ મળી નહોતી.

આ બંને યુવતી બનાવના 53માં દિવસે ખેડા જિલ્લાના માતર પંથકમાં આવેલા લીંબાસી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગઈ હતી. તારીખ 09 એપ્રિલને રવિવારના રોજ આ બંને યુવતીઓ પોલીસ સ્ટેશનમાં હાજર થતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દોડતી થઈ હતી.

વડોદરા પોલીસ દ્વારા અગાઉ પણ MSUથી લઈ હરણી સુધીના રસ્તાના માર્ગના સંખ્યાબંધ CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્વમાં આવ્યા હતા. ગત 17 મી ફેબ્રુઆરીથી હરણી રહેતી ચીમન વણકરની બે દીકરીઓ ગુમ થઈ છે અને બંને દીકરીઓને શોધવા પિતા અને પરિવાર સતત રઝળપાટ કરી રહ્યા હતા.

ત્યારે તારીખ 09 એપ્રિલને રવિવારના રોજ એકાએક આ બંન્ને યુવતીઓ લીંબાસી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. પોલીસ વર્તુળોમાં મળેલી માહિતી અનુસાર આ લાપતા બનેલી બે પૈકી એક યુવતીએ લીંબાસીના યુવક સાથે લગ્ન કરેલા છે. આ બંન્ને યુવતીઓનો કબ્જો વડોદરાની ક્રાઈમ બ્રાન્ચ ટીમ લીંબાસી પહોંચીને કર્યો હતો અને વધુ પુછપરછ હાથ ધરી છે.

વડોદરાની કોલેજીયન યુવતીઓનો પૈકી એક યુવતીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાંથી અમને સ્ટેટમેન્ટ લેવા માટે લઈ જાય છે, અમને અહીંયાથી લાવવા અને લઈ જવા સુધીની તમામ જવાબદારી વડોદરા ક્રાઈમ બ્રાન્ચની છે અને હું અહીંયા મારી મરજીથી આવી છું. અમે વડોદરા પહોંચીને પોલીસ સમક્ષ વધુ વિગત સ્ટેટમેન્ટ આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *