ભાજપના એક નેતાની ગોળી મારી હત્યા કરવામાં આવી હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો દિલ્હી(Delhi)ના દ્વારકા(Dwarka) જિલ્લાના મટિયાલા(Matiala) વિસ્તારમાં ભાજપ(BJP)ના એક નેતા અને પૂર્વ કાઉન્સિલરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે. આ હુમલો ત્યારે થયો જ્યારે બીજેપી કિસાન મોરચાના નેતા સુરેન્દ્ર મટિયાલા(Surendra Matiala) તેમની ઓફિસમાં બેઠા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સુરેન્દ્ર મટિયાલાને 6 ગોળી વાગી હતી. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેનું મોત થયું હતું. પોલીસે આરોપીઓને ઝડપી લેવા ટીમો બનાવી છે.
મળતી માહિતી મુજબ, મટિયાલા રોડ પર સુરેન્દ્ર મટિયાલા પર અજાણ્યા બાઇક સવાર બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સુરેન્દ્ર મટિયાલા નજફગઢ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ હતા અને ભૂતપૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસ દ્વારકાના ડીસીપી હર્ષવર્ધનના જણાવ્યા અનુસાર, બિંદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફાયરિંગની એક ઘટના સામે આવી છે, જેમાં 60 વર્ષીય સુરેન્દ્ર મટિયાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના સમયે તેઓ પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. તેઓ પશ્ચિમ દિલ્હીના સાંસદ પરવેશ વર્માના ખૂબ નજીકના માનવામાં આવતા હતા.
હત્યારાઓને શોધવા પોલીસે ટીમ બનાવી
આ ઘટના બાદ વિસ્તારના લોકો ચોંકી ઉઠ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ સાથે આરોપીઓને પકડવા માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. પોલીસે કહ્યું કે ભાજપ નેતાની ગોળી મારી હત્યા કરવા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. અમે દરેક ખૂણાથી તપાસ કરી રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.