Tax on Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવ ઘણા સમયથી સ્થિર છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજાર (international market)માં ક્રૂડ ઓઈલ (Crude oil)ની કિંમત ચોક્કસપણે ઉપર અને નીચે જઈ રહી છે. ગયા વર્ષે માર્ચમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ દેશમાં ઈંધણના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે દેશની ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel)ના ભાવમાં વધારો કરવો પડ્યો હતો. હાલમાં દેશમાં પેટ્રોલની સરેરાશ કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે. પરંતુ શું તમે જાણો છો કે એક લિટર પેટ્રોલની કિંમતમાં ટેક્સ (TAX)નો હિસ્સો લગભગ 50 ટકા છે.
આ કિંમત તેલ કંપનીઓ નક્કી કરે છે:
કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ પર ભારે ટેક્સ વસૂલે છે. દેશની મોટી ઓઈલ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે પેટ્રોલ-ડીઝલ આવકનો મુખ્ય સ્ત્રોત છે.
સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત:
સરકારી ડેટા અનુસાર, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ 2022-23ના 9 મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદનોમાંથી 5,45,002 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સરકારોએ નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 7,74,425 કરોડ, 2020-21માં રૂ. 6,72,719 કરોડ, 2019-20માં રૂ. 5,55,370 કરોડ, 2018-19માં રૂ. 5,75,632 કરોડ, રૂ. 5,43,0217 કરોડની કમાણી કરી હતી.
તમે કેટલો ટેક્સ ભરો છો?
હવે સમજીએ કે એક લિટર પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર તમારી પાસેથી કેટલો ટેક્સ વસૂલે છે. ઉદાહરણ તરીકે, 1 મે, 2023 ના રોજ, દિલ્હીમાં એક લિટર પેટ્રોલ ભરવા માટે 96.72 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. જેમાં ટેક્સ તરીકે રૂ. 35.61નો સમાવેશ થાય છે, જેમાંથી રૂ. 19.90 કેન્દ્ર સરકારની તિજોરીમાં અને રૂ. 15.71 રાજ્ય સરકારને ગયા હતા. આ સિવાય એક લિટર પેટ્રોલ પર ડીલરનું કમિશન 3.76 રૂપિયા છે. પરિવહન માટે 0.20 પૈસા ઉમેરવામાં આવે છે.
દિલ્હીમાં એક લિટર પેટ્રોલની મૂળ કિંમત 57.15 રૂપિયા છે. પછી પરિવહન માટે 0.20 પૈસા ઉમેરવામાં આવે છે. આ રીતે કિંમત 57.35 રૂપિયા સુધી પહોંચે છે. પછી રૂ. 19.90 એક્સાઇઝ ડ્યુટી ઉમેરવામાં આવે છે, જે કેન્દ્રને મળે છે. ત્યારબાદ ડીલરનું 3.76 રૂપિયાનું કમિશન અને 15.71 રૂપિયાનો વેટ ચાર્જ ઉમેરવામાં આવે તો વેટની રકમ દિલ્હી સરકારને મળે છે. બધું ઉમેર્યા પછી, કિંમત 96.72 રૂપિયા સુધી પહોંચે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.