હવે ઊંઘમાં પણ આવવા લાગ્યો હાર્ટ એટેક, સુરતમાં જુવાનજોધ યુવક રાતે સુતો ખરા.. પણ સવારે ઉઠ્યો જ નહિ

સુરત(Surat): આકરી ગરમી વચ્ચે પણ હાર્ટ એટેક (Heart attack)ના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી સુરતમાંથી હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનો…

સુરત(Surat): આકરી ગરમી વચ્ચે પણ હાર્ટ એટેક (Heart attack)ના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી સુરતમાંથી હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, સુરતના સચીન (Sachin) વિસ્તારમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું છે. સુરતમાં હાર્ટ એટેકે વધુ એકનો ભોગ લીધો છે. રાત્રે ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા 25 વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે. યુવકના મોતથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.

સુતો ખરા.. પણ સવારે ઉઠ્યો જ નહિ:

મળતી માહિતી અનુસાર, જાણવા મળ્યું છે કે, જમીને મોડી રાતે સૂઇ ગયા બાદ સવારે યુવક ઉઠ્યો જ નહી, યુવકને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો. મૂળ બિહારના મધુવનીનો વતની અને હાલ સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટરમાં રહેતો 25 વર્ષીય વિજય રામાનંદ શર્મા બુધવારના રોજ રાત્રે જમીને સૂઈ ગયો હતો. જોકે, બીજા દિવસે જ્યારે મિત્રએ તેને ઉઠાડ્યો તો તે ઉઠ્યો જ ન હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હાર્ટ એટેકના કારણે યુવકનું મોત:

સિવિલ હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

લગ્ન પ્રસંગમાં ગરબા રમ્યા બાદ આવ્યો હાર્ટ એટેક:

ઉલ્લેખનીય છે કે, રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના એક દિવસ અગાઉ રાત્રે ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા પછી અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, ત્યાર બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક જ બેભાન થઈ ગયા હતા. જેને કારણે તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબ દ્વારા તેઓને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *