Kerala Boat Tragedy: કુદરતની આ તો કેવી બલિહારી! બોટ પલટી જવાથી એક સાથે 21 લોકોના મોત

Kerala Boat Tragedy: કેરળ (Kerala News)ના મલપ્પુરમ (Malappuram) જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 21 લોકોના મોત (21 people died in Kerala Boat Sink) થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આવતીકાલે સવારે તનુર અકસ્માત (Kerala Boat Sink Accident) સ્થળની મુલાકાત લેશે. આવતીકાલે મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે રાજ્યના તમામ સરકારી વિભાગોના સત્તાવાર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. રાજ્ય મંત્રી વી અબ્દુરહમાને માહિતી આપી કે કેરળના મલપ્પુરમ જિલ્લામાં મૃત્યુઆંક 15 થી વધીને 21 થઈ ગયો છે. બચાવ અને રાહત કાર્ય હજુ પણ ચાલુ છે.

રાત્રિના સમયે ઘણી મુશ્કેલીઓ:

જણાવી દઈએ કે અકસ્માત રાત્રે થયો હતો. આવી સ્થિતિમાં રાહત ટીમના જવાનોને વધુ મહેનત કરવી પડે છે. લોકોને બહાર કાઢવા માટે રાત્રીના અંધારામાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બચાવ માટે ટોર્ચ પ્રગટાવીને લોકોને શોધવામાં આવી રહ્યા છે.

પીએમ મોદી અને શાહે દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન મોદીએ કેરળમાં બનેલી આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ કહ્યું કે, ‘કેરળના મલપ્પુરમમાં દર્દનાક બોટ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. હું માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું

આ ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, ‘કેરળના મલપ્પુરમમાં હાઉસબોટ ડૂબી જવાના સમાચારથી હું દુખી છું. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. ‘હું કોંગ્રેસના કાર્યકરોને બચાવ કામગીરીમાં અધિકારીઓને મદદ કરવા અપીલ કરું છું.’

બિહારમાં પણ આવી જ ઘટના બની હતી.

આ પહેલા ડિસેમ્બર 2022માં પણ બિહારમાં આવી ઘટના બની હતી. વાસ્તવમાં બિહારના પટનામાં એક મોટો અકસ્માત થયો હતો. તે સમયે ગંગા નદીમાં 15 લોકોને લઈ જતી બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક લોકો ગુમ પણ થયા હતા, જેમની શોધ માટે પોલીસે ભારે મહેનત કરવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *