‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મને લઈને વિવાદ વકર્યો, સિનેમાઘરોમાં નહિ દેખાડાય- લેવાયો મોટો નિર્ણય

The Kerala Story: આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલ બોલિવૂડ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી‘ ઘણી ચર્ચા અને વિવાદ સર્જી રહી છે. અદા શર્મા સ્ટારર (Adah Sharma)…

The Kerala Story: આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલ બોલિવૂડ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી‘ ઘણી ચર્ચા અને વિવાદ સર્જી રહી છે. અદા શર્મા સ્ટારર (Adah Sharma) આ ફિલ્મમાં કેરળમાં છોકરીઓને ધર્મ પરિવર્તન (Religious conversion) કરવા અને તેમને ISISમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવતી હોવાની કહાની બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ‘ધ કેરળ સ્ટોરી’ પર ઘણો વિવાદ થયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

જોકે આ ફિલ્મ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મનું ઈન્ડિયા કલેક્શન બે દિવસમાં લગભગ 20 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને તે સુપર હિટ બનવા તરફ આગળ વધી રહી છે. પરંતુ હવે ‘ધ કેરળ સ્ટોરી’ ફરી એકવાર વિવાદમાં આવી છે. તમિલનાડુના મલ્ટીપ્લેક્સ એસોસિએશને આ ફિલ્મને સિનેમાઘરોમાં બતાવવાની ના પાડી દીધી છે.

ફિલ્મને ‘કાયદો અને વ્યવસ્થા માટે ખતરો’ કહેવામાં આવી હતી:

માહિતી અનુસાર, તમિલનાડુ મલ્ટીપ્લેક્સ એસોસિએશને જાહેરાત કરી છે કે, રવિવારથી રાજ્યભરમાં ‘ધ કેરળ સ્ટોરી’નું સ્ક્રીનિંગ બંધ કરી દેવામાં આવશે. તેના નિર્ણય પાછળનું કારણ જણાવતા એસોસિએશને કહ્યું છે કે, આ ફિલ્મ ‘કાયદો અને વ્યવસ્થા માટે ખતરો’ બની શકે છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકો તરફથી ફિલ્મને મળેલો ઠંડો પ્રતિસાદ પણ આ નિર્ણય પાછળ એક કારણ છે.

સિનેમાઘરોમાં નહિ દેખાડાય:

તમિલનાડુના ઘણા રાજકીય સંગઠનોએ પણ ધમકી આપી છે કે જો આ ફિલ્મ કોઈપણ સિનેમા હોલમાં બતાવવામાં આવશે તો તેને બંધ કરી દેવામાં આવશે. તમિલનાડુની નામ તમિલાર કાચી (NTK) પાર્ટીએ પણ શનિવારે ચેન્નાઈમાં ‘ધ કેરળ સ્ટોરી’ની રિલીઝ સામે વિરોધ કર્યો હતો. પાર્ટીના કાર્યકરોએ, તેમના સંગઠનના સંચાલક, અભિનેતા-નિર્દેશક સીમનના નેતૃત્વ હેઠળ, ચેન્નાઈના અન્ના નગરમાં ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શનો શરૂ કર્યા.

પાર્ટીના કાર્યકરોએ થિયેટરોની અંદર પણ પ્રદર્શન કર્યું જ્યાં ફિલ્મ પ્રદર્શિત થઈ રહી હતી અને પોલીસે તેમની ધરપકડ કરી હતી. અગાઉ સીમાને જાહેરાત કરી હતી કે તે આ ફિલ્મનો વિરોધ કરશે. તેમણે દાવો કર્યો હતો કે ‘ધ કેરળ સ્ટોરી’ એક ચોક્કસ સમુદાય વિરુદ્ધ છે. તેણે તમિલનાડુ સરકાર પાસે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી.

‘ધ કેરલા સ્ટોરી’ના ટ્રેલર પર થયો હતો વિવાદ:

ફિલ્મના ટ્રેલરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેરળની 32,000 છોકરીઓ આવી ઘટનાનો શિકાર બની છે, જેણે ઘણો વિવાદ જગાવ્યો હતો. કેરળ હાઈકોર્ટમાં પણ ‘ધ કેરળ સ્ટોરી’ની રિલીઝ પર રોક લગાવવા માટે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન, નિર્માતાઓએ કોર્ટને કહ્યું હતું કે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી લાઇન હટાવી દેશે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેરળમાં 32,000 મહિલાઓ ISISમાં જોડાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *