સિક્યોરિટીઝ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટની વૈશ્વિક ફર્મ ગોલ્ડમેન સાશ દ્વારા ભારતનાં આર્થિક વૃદ્ધિના દર અંદાજને ઘટાડી નીચે તરફના જોખમની સાથે ૬ ટકા કર્યો છે. તેને એમ પણ જણાવ્યું હતું કે, વર્તમાન આર્થિક સંકટ ૨૦૦૮ કરતા મોટું અને વ્યાપક છે. સાશે કહ્યું કે, દેશની સમક્ષ વપરાશમાં મોટો ઘટાડો એક મોટો પડકાર છે.
વધુમાં તેના કારણ સ્વરૂપે નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ(NBFC)ના સંકટને જવાબદાર ઠેરવી શકાય નહીં કારણ કે, IL&FSની ચૂકવણીના સંકટ પહેલા પણ વપરાશમાં ઘટાડો થવા લાગ્યો હતો. બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાંશની વોલ સ્ટ્રીટમાં મુખ્ય અર્થશાસ્ત્રી પ્રાચી મિશ્રા અનુસાર, વપરાશમાં જાન્યુઆરી ૨૦૧૮થી ઘટાડો ચાલુ છે. એમણે કહ્યું કે વપરાશમાં ઘટાડાનો કુલ વૃદ્ધિના ઘટાડામાં એક તૃતિયાંશ યોગદાન છે.
તેના સાથે જ, વૈશ્વિક સ્તર પર નરમીથી નાણાકીય ભંડોળમાં અવરોધ ઉત્પન્ન થયો છે. એક કાર્યક્રમમાં પ્રાચીએ કહ્યું હતું કે, નરમાઈની સ્થિતિ છે અને વૃદ્ધિના આંકડામાં ૨ ટકાનો ઘટાડો થયો છે. જો કે, તેમણે કહ્યું કે આર્થિક વૃદ્ધિ બીજા ભાગમાં સુધારવાની ધારણા છે. તેનું કારણ આરબીઆઈની સસ્તી નાણાકીય નીતિ છે. સેન્ટ્રલ બેન્કે મુખ્ય પોલિસી રેટમાં પાંચ વખત રેકોર્ડ બ્રેક ઘટાડો કર્યો છે. કુલ રેપો રેટમાં પાંચ વખતમાં ૧.૩૫ ટકાનો ઘટાડો થયો છે. ફેબ્રુઆરીથી આ કપાત બાદ, રેપો રેટ ૫.૧૫ ટકા પર આવી ગયો છે.
આ સિવાય કંપનીઓના ટેક્સ ઘટાડા જેવા પગલા પણ દ્રષ્ટિને મજબૂત બનાવશે અને વિકાસને વેગ આપશે. ઘણા લોકો એનબીએફસી કટોકટીને કારણે વપરાશમાં મંદીનું કારણ હોવાનું કહ્યું છે. એનબીએફસીમાં સંકટ સપ્ટેમ્બર ૨૦૧૮માં શરૂ થયું હતું. તે સમયે, આઈએલ એન્ડ એફએસ પર પ્રથમ ચૂકવણીની કટોકટી પ્રકાશમાં આવી હતી. તે પછી આ સંસ્થાઓ દ્વારા વપરાશ માટેનું ભંડોળ બંધ થઈ ગયું હતું. અર્થશાસ્ત્રીએ કહ્યું કે,રોકાણ અને નિકાસ લાંબા સમયથી ઘટી રહ્યા છે. પરંતુ વપરાશમાં તીવ્ર ઘટાડો ચિંતાનું નવું કારણ છે. એમણે કહ્યું કે, વર્તમાન મંદી પાછલા ૨૦ મહીનાથી ચાલુ છે. આ નોટબંધી અથવા ૨૦૦૮ના નાણાકીય સંકટ જેવા એ પડકારોથી અલગ છે, જેની પ્રકૃતિ અસ્થાયી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.