કોલેજમાં અભ્યાસ કરતી યુવતી પર બળાત્કાર કરીને ક્રૂર રીતે હત્યા કરી નાખવામાં આવી.

Published on: 8:08 am, Sat, 20 April 19

વર્તમાન સમયમાં થોડા દિવસો પહેલા જ કર્ણાટકના રાયચૂર જિલ્લામાં એક નાની છોકરી સાથે ખુબ જ ક્રૂર રીતે બળાત્કાર કર્યો હતો. આરોપીઓએ તે છોકરીનો બળાત્કાર કરીને ક્રૂર રીતે તેની હત્યા કરી હતી. અને પોલીસ કર્મચારીને દ્વારા છોકરીએ આત્મહત્યા કરી છે તેવી નોંધ લખાવી હતી. આત્મહત્યા કરવાનું કારણ પોલીસ કર્મચારીઓએ લખાયેલું હતું કે “કોલેજની પરીક્ષામાં બધા વિષયમાં નાપાસ થઈ એ કારણોસર તેણે આત્મહત્યા કરી છે.” હકીકતમાં જોઈએ તો તે વિદ્યાર્થીને દરેક વિષયમાં સારા ગુણે પાસ થઇ હતી.

આ વિદ્યાર્થીનું નામ મધુ હતું. મધુ એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીની હતી. તે નવોદય એન્જિનિયરિંગ કોલેજ રાયચૂરમાં અભ્યાસ કરી રહી હતી. તને મધુ ને કોલેજ થી ત્રણ કિલોમીટર દૂર આરોપીએ બળાત્કાર કર્યો અને તેની ક્રૂર રીતે હત્યા કરી નાખી. તે વિસ્તારના પોલીસ કર્મચારીએ તે વિદ્યાર્થીની ની મોત નું કારણ આત્મહત્યા લખ્યું અને કારણ બતાવ્યું કે “આ વિદ્યાર્થીની ઘણા વિષયમાં નાપાસ થઈ તે માટે તેણે આત્મહત્યા કરી છે.”

ઘણા મોટા લોકો અને પોલીસ કર્મચારી આ કેસ ને દબાવવા માટે આત્મહત્યા નામ આપીને કેસને બંધ કરવા માંગતા હતા. પરંતુ તપાસ અનુસાર જાણવામાં આવ્યું કે વિદ્યાર્થિનીનું ક્રો રીતે બળાત્કાર કરી હત્યા કરવામાં આવી છે. મધુ નું મૃત શરીર ત્રણ દિવસ પછી કોલેજ થી ત્રણ કિલોમીટર દૂર જંગલમાં અડધું સળગેલું મળી આવ્યું.

રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે પહેલા મધુ નું ક્રો રીતે બળાત્કાર કરવામાં આવ્યું હતું અને પછી તેનો ડાબો હાથ કાપી નાખ્યો હતો અને ક્રૂર રીતે હત્યા કરી નાખી. અને આ કેસને પોલીસ કર્મચારી અને નેતાઓ આત્મહત્યાનું નામ આપીને કેસને દબાવવાની કોશિશ કરી રહ્યા હતા. પૈસાની લાલચમાં પોલીસ કર્મચારી અને નેતાઓ આ કેસને બંધ કર્યો હતો. પરંતુ લોકો જાગૃત થયા અને કર્ણાટકમાં મધુ નો ન્યાય માંગતા ઘણા લોકો એકઠા થઈને આંદોલન પર ઉતર્યા. પહેલા પહેલા કોઇ મીડિયા પર આ ન્યુઝ દેખાતા નહોતા પરંતુ હવે તે ખૂબ જ પ્રગતિશીલ બન્યા છે અને હજારો લાખો લોકો મધુ માટે ન્યાય માંગી રહ્યા છે.

કર્ણાટકની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી આ મધુ કે જેનું બળાત્કાર કરીને હત્યા કરી નાંખવામાં આવી હતી. લાખો લોકો માને છે કે આજે મધુ સાથે જે થયું છે તે આવનારા સમયમાં કોઈ પણ સાથે થઈ શકે છે એટલે એ લોકો સરકાર પાસે જવાબ માગે છે અને મધુ ની હત્યા માટે હજારો લોકો ન્યાય માંગી રહ્યા છે.