સંસદના શરુ સત્રમાં રાઘવ ચઢ્ઢાને દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ યાદ કરાવ્યો ‘પહેલો પ્રેમ’ – વાયરલ થયો VIDEO

Raghav Chadha’s First Love: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)  સાથે સગાઈ કરી લીધી…

Raghav Chadha’s First Love: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)  સાથે સગાઈ કરી લીધી છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર લોકોના ખુબ જ દિલ જીતી રહી છે. લોકો આ બને કપલના વખાણ કરતા થાકતા નથી. આ સમય દરમિયાન એક જૂનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડિયો દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ(Venkaiah Naidu) રાઘવને પહેલા પ્રેમનો પાઠ ભણાવતા જોવા મળે છે. અને તેની સામે રાઘવ ચઢ્ઢા ઉભા છે. અને તે સમય દરમિયાન, તેઓ શરમાળ થઈ જાય છે અને તેઓ જે જવાબો આપે છે તે ખરેખર જોવા લાયક છે.

આ વીડીયો તે સમય દરિમયાન છે જ્યારે નાયડુ તેમના પદ પરથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ રાઘવે સંસદમાં તેમના પ્રત્યે આદર વ્યક્ત કરતા ભાષણ આપ્યું હતું. રાઘવ કહ્યું કે ” સર દરેક વ્યક્તિને પોતાનો પહેલો અનુભવ યાદ હોય છે”. શાળાનો પહેલો દિવસ, પહેલા આચાર્ય, પહેલા શિક્ષક અને પહેલો પ્રેમ… જ્યારે મેં મારી સંસદીય કારકિર્દીની શરૂઆત કરી ત્યારે મારા પ્રથમ સ્પીકર તરીકે જ્યારે હું આ ગૃહમાં આવ્યો ત્યારે હું તમને હંમેશા યાદ રાખીશ.

 

રાઘવ ચઢ્ઢાનું ભાષણ પૂરું થયા પછી પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ રાઘવને કહ્યું ‘રાઘવ પ્રેમ સાચો હોય છે, એક વાર નહીં, બીજી વાર, ત્રીજી વાર? પહેલો પ્રેમ હંમેશા હોય છે.’ રાઘવે કહ્યું, ‘સર હું એટલો અનુભવી નથી, પણ સારું છે.’ ત્યારપછી નાયડુ કહે છે, ‘પહેલો પ્રેમ સારો છે, તમારે તેને કાયમ રાખવો પડશે, તેને જીવવો પડશે.’

34 વર્ષીય રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા વચ્ચેના સંબંધો ત્યારે સામે આવ્યા જ્યારે પાપારાઝીએ તેમને મુંબઈમાં એકસાથે જોયા. આ પછી બંને ઘણી વખત સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા હતા. જ્યારે તેઓ IPL મેચ દરમિયાન દેખાયા ત્યારે તેમના સંબંધો વિશે વાતો પણ થઈ હતી. તેઓ એકબીજાને લાંબા સમયથી ઓળખે છે.

લોકો આ વીડિયો પર ઘણી પ્રકારની કોમેન્ટુ પણ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘રાઘવ રાજનીતિમાં એક બાળક જેવો છે, જેને દરેક પ્રેમ કરે છે.’ બીજા એક યુઝરે કહ્યું કે ‘પહેલી પહેલે પ્યાર હૈ પહલી પહેલે બાર હૈ’.ત્રીજા યુઝરે કહ્યું, ‘વેંકૈયા નાયડુ જીનો ડાયલોગ ભારે હતો.’ ચોથા યુઝરે કહ્યું, ‘સારું કહ્યું, પહેલો પ્રેમ હંમેશા હોવો જોઈએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *