OMG! ભારતમાં આ જગ્યાએ થાય છે દેડકા-દેડકીના ધામધૂમથી લગ્ન, આવું કરવા પાછળનું કારણ જાણી ચોંકી ઉઠશો

frog Marriage: પશ્ચિમ બંગાળ (West Bengal)ના કૂચબિહાર (Koch Bihar )માં એક અનોખા લગ્ન થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ લગ્નમાં વર દેડકો અને કન્યા…

frog Marriage: પશ્ચિમ બંગાળ (West Bengal)ના કૂચબિહાર (Koch Bihar )માં એક અનોખા લગ્ન થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ લગ્નમાં વર દેડકો અને કન્યા દેડકી હતા. આ લગ્ન તુફનગંજ-1 બ્લોકના ગંગાબાદી વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ ડાન્સ પણ કર્યો અને ગીતો પણ ગાયાં હતા. મળતી માહિતી મુજબ લગ્નની તમામ વ્યવસ્થા પણ ગામની મહિલાઓ દ્વારા જ કરવામાં આવી હતી.

મંગળવારે સવારે મંડપને શણગારવામાં આવ્યો હતો. ત્યારબાદ વરરાજાના દેડકાને ઢોલ-નગારા સાથે મંડપ પાસે લાવવામાં આવ્યા હતા. તેની સાથે કેટલાક લોકો બારાતી તરીકે પણ આવ્યા હતા. આ પછી, દેડકીને દુલ્હન બનાવીને લાવવામાં આવી હતી અને બંનેના મંત્રોચ્ચાર સાથે સંપૂર્ણ વિધિથી લગ્ન કર્યા હતા.

આ લગ્ન પાછળ પણ એક વિચિત્ર માન્યતા છે. ખરેખર આ દિવસોમાં ગરમીના કારણે ગામમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં વરસાદ પડે તે માટે સ્થાનિક લોકો અલગ-અલગ યુક્તિઓ કરીને ભગવાન ઈન્દ્ર અને વરુણ દેવની પૂજા કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે દેડકા અને દેડકીના લગ્ન કરવાથી આ વિસ્તારમાં સારો વરસાદ થાય છે. વરસાદના કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે.

જાણો લગ્નમાં કેટલો ખર્ચ થયો
મળતી માહિતી મુજબ દેડકા અને દેડકી પર પણ હળદર-ચંદન લગાવવામાં આવતું હતું. આ પછી બંનેના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. ગામની પચીસ જેટલી મહિલાઓએ આ લગ્નની તમામ વ્યવસ્થા કરી હતી. તેણે જ લોકો પાસેથી દાન એકત્રિત કર્યું, લગ્નની વસ્તુઓ ખરીદી અને અનોખા લગ્ન કરાવ્યા. આ લગ્નમાં કુલ 15 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.

આયોજક કંચનદાસ મુક્તિ બર્મને જણાવ્યું કે ઘણા દિવસોથી વરસાદના અભાવે ગામની જમીનની માટી ફૂટી ગઈ છે. ખેડૂતોને નુકશાની વેઠવી પડી રહી છે. લોક પરંપરા મુજબ જો તમે દેડકા-દેડકીના લગ્ન કરાવો તો ઈન્દ્ર અને વરુણ દેવો ખુશ થઈ જાય છે અને વરસાદ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *