બળાત્કારી અને હત્યારા સુરજ ભુવાનો વૈભવી રાજઠાઠ જોઇને આંખો પહોળી થઇ જશે- સામે આવી તસ્વીરો

Suraj Bhuvaji Case: ધારા હત્યા કેસ (Dhara murder case)નો આરોપી સૂરજ ભુવાજી (Suraj Bhuvaji Case) વૈભવી લાઇફસ્ટાઇલ જીવવાનો શોખીન છે. કોઈ ઉદ્યોગપતિ પરિવારના નબીરા જેવી તેની જીવનશૈલી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દેખાઈ રહી છે. તેમની સોશિયલ મીડિયા (Suraj Bhuvaji Social media) પ્રોફાઇલ ચેક કરતા તેમની લાઇફસ્ટાઇલ અંગેના ઘણાં ફોટા તથા વીડિયો સામે આવ્યા છે.

જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતી એક યુવતી અચાનક ગુમ થઈ જાય છે તેવી ફરિયાદ નોંધાવવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે અને એક વર્ષ બાદ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે સૂરજ ભુવાજી ઉર્ફે સૂરજ સોલંકીની ઓળખ થઈ છે અને આ સૂરજ સોલંકી માતાજીનો ભૂવો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેના સોશિયલ મીડિયામાં હજારોની સંખ્યામાં ફોલોઅર્સ ધરાવી રહ્યો છે.

મહત્વનું છે કે, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ભુવાજીના ફોટા અને વીડિયોથી તેની વૈભવી લાઇફસ્ટાઇલ જોઈ શકાય છે. સૂરજ ભુવાજી મોંઘીદાટ ગાડીઓનો શોખ ધરાવે છે.

આ સાથે ઘણાં વીડિયો તેનું સ્વાગત કરવામાં આવતું હોય તેવાં પણ છે. લોકમાનસમાં તેણે એક એવી છાપ ઊભી કરી હતી કે જેને લોકો ખૂબ માનતા હતા.

આ સાથે સોશિયલ મીડિયામાં તે ધૂણતો હોય તે પ્રકારના વીડિયો પણ મૂકવામાં આવ્યા છે. તેમાં પણ જોઈ શકાય છે કે, ફૂલોના ઢગલા વચ્ચે સૂરજ બેઠો હોય છે અને ધૂણતો દેખાઈ છે.

ઉલ્લેખનીય છે કે, યુવતીના ગુમ થયાપછી  એક વર્ષે ગઈકાલે સૂરજ સોલંકીની ગુનેગાર તરીકે ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે, માતાજીના નામને આડે આવા કુકર્મ કરતો આ કોઈ પહેલો બનાવ નથી.

આ પહેલાં પણ અનેક આ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યાં છે. આપણી આજુબાજુ આવા અંધશ્રદ્ધાના નામે કાળાકામ કરતા લોકોની સંખ્યા ઓછી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *