Accident in Maharashtra: બેકાબુ ડ્રાઇવિંગને કારણે દેશમાં દરરોજ અગણિત અકસ્માત (Accident Video) થતા હોય છે અને તેમાં હજારો લોકો મૃત્યુ પામે છે. તાજેતરનો કિસ્સો મહારાષ્ટ્ર (Accident in Maharashtra)ના પુણે (Accident in Pune)થી સામે આવ્યો છે, જ્યાં એક ઝડપી બાઇકે એક વૃદ્ધ મહિલાને એટલી જોરથી ટક્કર મારી હતી કે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મહિલા રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આ દરમિયાન એક ઝડપી બાઇક આવે છે અને ફૂટબોલના દડાની જેમ હવામાં ફંગોળી દે છે.
Warning कमजोर दिल वाले ना देखे वीडियो, तेज़ रफ्तार बाइक ने उड़ाए बुजुर्ग के परखच्चे पुणे के कर्वेनगर की घटना , महिला की मौत ।#puneaccident #CCTV pic.twitter.com/0aOzMVZSKf
— Namrata Dubey (@namrata_INDIATV) May 29, 2023
ક્યાંની છે આ સમગ્ર ઘટના:
મહત્વનું છે કે, આ ઘટના પુણેના કર્વેનગર વિસ્તારની છે. પુણેના આ વિસ્તારમાં સગીરો દ્વારા બેદરકારીપૂર્વક વાહનો ચલાવવામાં આવે છે. એક મહિલા આ બેદરકારીનો શિકાર બની હતી, જેમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
બેદરકાર વાહનચાલકો સાપગલા લેવા અત્યંત જરૂરી:
આ મામલે હિંગણા હોમ કોલોનીના રહીશો બેદરકારી દાખવનારા વાહનચાલકો અને સાયલેન્સર અને હોર્ન વગાડીને અવાજ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવા બેદરકાર વાહનચાલકો સામે તાત્કાલીક પગલા લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.
લોકોનું કહેવું છે કે આવા અકસ્માતો અટકાવવા નક્કર પગલા ભરવા જરૂરી બન્યા છે. આ માટે જાગૃતિ પણ ફેલાવવી જોઈએ અને મહત્વના સ્થળોએ સ્પીડ બ્રેકર લગાવવા જોઈએ. આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેતી હોય છે. આ પ્રકારે વાહન ચલાવતા લોકોને પોતાના જીવની તો પડી નથી હોતી પણ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.