ક્યારેય નહિ જોયો હોય આવો ભ્રષ્ટાચાર! પાપડની જેમ ઉખડી ગયો આખો રોડ… વિડીયો જોઇને ભાન ભૂલી જશો

Corruption in road construction in Jalna, Maharashtra: અવારનવાર ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આજના સમયમાં કોઈ પણ વિભાગ કે ખાતું એવું નથી કે જ્યાં…

Corruption in road construction in Jalna, Maharashtra: અવારનવાર ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આજના સમયમાં કોઈ પણ વિભાગ કે ખાતું એવું નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય. પરંતુ હાલ જે ઘટના સામે આવી છે, તેને જ જાણતા જ તમારી આંખો પહોળી થઇ જશે. દેશમાં રસ્તાઓની ગુણવત્તા અંગે વારંવાર પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં કોન્ટ્રાક્ટરે એક અદ્ભુત કામ કરી બતાવ્યું કર્યું. તસ્વીર જોઈને જ સમજી જ ગયા હશો કે રોડ બનાવવામાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે? તમે આ રસ્તાને જોઇને કહેશો, આ શું..? રોડ ઉપર ડામરની ચાદર પાથરી દીધી છે કે શું? Shocking Video

મહારાષ્ટ્રના જાલનામાં ભ્રષ્ટાચારનો રોડ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. આમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો તેને પોતાના હાથથી ખૂબ જ સરળતાથી ઉખાડી નાખે છે. જાણે રોડ પર પોપડા ન હોય… આ રોડની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાક્ટર સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે સામાન્ય રીતે લોકો રોડ બનતાની સાથે જ તેની ઉપર ચાલવા લાગે છે, પરંતુ કોઈ સમસ્યા નથી થતી, પરંતુ અહીં એવું નથી થયું. જ્યારે લોકો રસ્તા પર ચાલવા લાગ્યા ત્યારે લોકોને ખુબ શંકા ગઈ. જ્યારે કેટલાક લોકો ભેગા થઈને રોડની ગુણવત્તા તપાસી તો તેઓ દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

રસ્તાની નીચે એક પ્લાસ્ટિક પડેલું હતું. એટલે કે કોન્ટ્રાક્ટરે તેના પર ડામર નાંખ્યો હતો. કોન્ટ્રાક્ટરે પ્લાસ્ટિક શીટ પર માત્ર 40 મીમી જાડા ડામરનું સ્તર નાખ્યું હતું. જે સરળતાથી ભાંગી પડ્યું, અને ભ્રષ્ટાચારની પોલ ખુલી…

જાલના રોડ નિર્માણમાં ભ્રષ્ટાચારને લઈને હોબાળો
આ બાબતે લોકોમાં રોષ છે. તેમણે કોન્ટ્રાક્ટર અને ઈજનેર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ રોડ કર્જતથી હસ્ત પોખરી જાલના-અંબાડ હાઈવેને જોડતો લગભગ 10 કિલોમીટર લાંબો રસ્તો છે. જેમાં 9.30 કિમી ડામર અને 700 મીટર કોંક્રીટનું કામ કરવામાં આવ્યું છે. આ કામ જાલનાના રાણા કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે આ રોડ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે લોકોને તેની ગુણવત્તા અંગે શંકા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *