કુદરતનો ચમત્કાર! ગાયે સિંહ જેવા દેખાતા વાછરડાને આપ્યો જન્મ- દુરથી દુરથી લોકો જોવા માટે ઉમટી પડ્યા

Madhya Pradesh News: મધ્યપ્રદેશના રાયસેન(Raisen) જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો(Strange case news) સામે આવ્યો છે. અહીં ગાયે સિંહ જેવા વાછરડાને જન્મ આપ્યો છે. આ અંગે વિસ્તારના…

Madhya Pradesh News: મધ્યપ્રદેશના રાયસેન(Raisen) જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો(Strange case news) સામે આવ્યો છે. અહીં ગાયે સિંહ જેવા વાછરડાને જન્મ આપ્યો છે. આ અંગે વિસ્તારના લોકોને જાણ થતાં જ સનસનાટી મચી ગઈ હતી. અનોખા વાછરડાને જોવા લોકોના ટોળા બેગમગંજ તહસીલના ગોરખા ગામમાં પહોંચવા લાગ્યા. ઘણા લોકોએ તેને કુદરતનો ચમત્કાર ગણાવ્યો, તો પશુચિકિત્સકો(Veterinarians) દ્વારા તેને ગર્ભાશયની ખામી ગણાવવામાં આવી છે.

ગાયે સિંહ જેવા વાછરડાને આપ્યો જન્મ:

મળતી માહિતી મુજબ, આ મામલો રાયસેન જિલ્લાના બેગમગંજના ગોરખા ગામનો છે. અહીં ખેડૂત નાથુલાલ શિલ્પકરની ગાયે સિંહ જેવા વાછરડાને જન્મ આપ્યો છે. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો તેઓ તાત્કાલિક જોવા પહોંચી ગયા. ઘણા લોકો તેને કુદરતનો ચમત્કાર માને છે.

ગર્ભાશયની ખામી ગણાવવામાં આવી:

આ બાબતે પશુ વિભાગનું અલગ વલણ છે. પશુ ચિકિત્સક એનકે તિવારી આને ગર્ભાશયની ખામી જણાવી રહ્યા છે. અને ગાયે જે વાછરડાને જન્મ આપ્યો તે જન્મના અડધા કલાક પછી મૃત્યુ પામ્યું હતું. ગાય સંપૂર્ણપણે સ્વસ્થ છે. કેટલાક નિષ્ણાતો તેને સંશોધનનો વિષય ગણાવી રહ્યા છે. સિંહ જેવા વાછરડાને જોવા માટે ગોરખા ગામના દૂરદૂરથી લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા.

ભૂતકાળમાં ભોપાલમાં અનોખી માછલી મળી આવી હતી:

જણાવી દઈએ કે આ પહેલા રાજધાની ભોપાલના મોટા તળાવમાં એક વિચિત્ર પ્રકારની માછલી મળી આવી હતી, જે આખા દેશમાં ક્યાંય જોવા મળતી નથી. વાસ્તવમાં, ભોપાલના ખાનુગાંવનો રહેવાસી અનસ ખાન ખાનુગાંવની બાજુમાં આવેલા તળાવના કિનારે માછલી પકડવા ગયો હતો.

આ દરમિયાન એક માછલી તેના હૂકમાં ફસાઈ ગઈ, જે અન્ય માછલીઓથી બિલકુલ અલગ હતી. જેનું મોં મગર જેવું અને બાકીનું શરીર માછલી જેવું દેખાતું હતું. જ્યારે નિષ્ણાતો સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી તો તેઓએ માછલીનું નામ એલિગેટર ગાર રાખ્યું. નિષ્ણાતોએ કહ્યું હતું કે આ માછલી અમેરિકામાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *