બોલ ફેંકે છે કે તોપના ગોળા? સિરાજ અને શમીની ખતરનાક બોલિંગથી ધ્વસ્ત થયા ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ

Mohammed Siraj WTC Final: WTC Final ના પ્રથમ દિવસે ભલે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર ધકેલી દીધી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) અને મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) એ કેટલીક હદ સુધી શાનદાર બોલિંગ કરીને લોકોના દિલ જીતવામાં મેળવવામાં સફળતા મેળવી હતી.

શમીએ જે રીતે માર્નસ લાબુશેનને બોલ્ડ (Marnus Labuschagne) કર્યો, તે બોલ શાનદાર હતો. બેટ્સમેન લાબુશેન પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તે જ સમયે, સિરાજે ઉસ્માન ખ્વાજાને શૂન્ય પર આઉટ કરીને ચોક્કસપણે ભારતીય ચાહકોનું દિલ જીતી લીધું હતું, પરંતુ બાદમાં સ્મિથ અને હેડે સાથે મળીને 370 બોલમાં 251 રનની અણનમ ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને બચાવી લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

તમને જણાવી દઈએ કે, સિરાજ ખાસ કરીને મેચ દરમિયાન ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યો હતો, શરૂઆતના સેશનમાં સિરાજ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પર તબાહી મચાવી રહ્યો હતો. વાસ્તવમાં, ICCએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં સિરાજના તોપના ગોળાની જેમ ફેંકેલા બોલ પર બેટ્સમેનની હાલત ખરાબ છે.

ખાસ કરીને લાબુશેનની સ્થિતિ ખુબ કફોડી દેખાતી હતી. સિરાજનો એક બોલ એટલો અદ્ભુત હતો કે બેટ્સમેન લાબુશેનની આંગળી પર વાગ્યો, જેના પછી તરત જ બેટ્સમેન પોતાનું બેટ છોડીને સ્ટમ્પની પાછળ દોડ્યો. બોલ વાગતાની સાથે જ લબ્શેન વિલાપ કરવા લાગ્યો હતો. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *