ભારતીય ફાસ્ટ બોલરોની સામે ફરી ઘૂંટણયે પડ્યું શ્રીલંકા- વાનખેડેમાં 302 રને ભારતનો ‘વિરાટ’ વિજય, સેમીફાઇનલમાં થઈ એન્ટ્રી

India vs Sri Lanka World Cup 2023: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડીયા પોતાનું જોરદાર પર્ફોર્મન્સ કરી રહી છે. સતત 7મી મેચ જીતીને ભારતે ઓફિસીયલ રીતે…

India vs Sri Lanka World Cup 2023: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડીયા પોતાનું જોરદાર પર્ફોર્મન્સ કરી રહી છે. સતત 7મી મેચ જીતીને ભારતે ઓફિસીયલ રીતે વર્લ્ડ કપની સુપર-4માં પોતાનું સ્થાન બનવી લીધું છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને જેવો તેવો નહીં પરંતુ મોટા 302 રનથી પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપના(India vs Sri Lanka World Cup 2023) ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે.

શ્રીલંકાની આખી ટીમ 55 રનમાં આઉટ
વર્લ્ડ કપના ઈતિહાસમા શ્રીલંકાનો આ ખરેખર કારમો પરાજય થયો છે. શ્રીલંકાની આખી ટીમ 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ કરી દેવામાં આવી હતી. મોહમ્મદ શમીએ 5, સિરાજે 3, બુમરાહ-જાડેજાએ 1-1 વિકેટ ઝડપીને લંકાનો વીંટો વાળી દીધો. વિરાટ કોહલી 88, શુભમન ગિલ 92 સહિતના બીજા ખેલાડીઓની સારી ઈનિંગને કારણે ભારતે પહેલા બેટિંગ કરીને 357 જેટલો મોટો સ્કોર બનાવી દીધો હતો.

શ્રીલંકા પરની વિજયનો ફાયદો પાકિસ્તાનને થયો
ભારતની આ જીત સાથે પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા અકબંધ છે. પાકિસ્તાની ટીમને આ જીતનો બમ્પર ફાયદો થયો છે. સેમિફાઇનલમાં પહોંચવાની તેની આશા હવે ઘણી વધી ગયી છે. ભારતીય ટીમ અત્યારે 14 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે પાકિસ્તાન 7 મેચમાં 3 જીત સાથે 5માં સ્થાને છે.

સેમીફાઈનલમાં પંહોચવા પાકિસ્તાને આગમી બધી મેચ જીતવી પડશે
સેમીફાઈનલમાં પંહોચવા માટે પાકિસ્તાને તેની આવનારી બે બાકીની મેચ કોઈપણ કારણે જીતવી પડશે. એટલું જ નહીં, બંનેની જીત મોટા માર્જિનથી થવી જોઈએ. આ સ્થિતિમાં પાકિસ્તાનના 10 પોઈન્ટ થશે. અ સાથે જ ન્યુઝીલેન્ડની બે મેચ બાકી છે. જો ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સામે હારે અને શ્રીલંકાને હરાવે તો તેના પણ 10 પોઈન્ટ થઈ શકે છે. આવી સ્થિતિમાં સારી નેટ રન રેટ ધરાવતી ટીમ ક્વોલિફાય થઈ શકે છે. હાલમાં ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ +0.484 છે અને પાકિસ્તાનનો નેટ રન રેટ -0.024 છે.

ભારતની આ જીત સાથે શ્રીલંકા વર્લ્ડ કપમાંથી બહાર
સાત મેચમાં સાત જીત અને 14 પોઈન્ટ સાથે ભારત વર્લ્ડ કપની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થનારી પહેલી ટીમ બની ગઈ છે. ભારતની આ જીત સાથે શ્રીલંકા વર્લ્ડ કપમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાની આ મોટી જીતથી ભારતને માત્ર બે પોઈન્ટ જ નથી મળ્યા પણ ભારતના નેટ રન રેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સાઉથ આફ્રિકાને પાછળ છોડીને ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ભારતની બાકીની બે મેચ માત્ર ઔપચારિક જ રહી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *