મધરાતે જૂનાગઢમાં કોમી છમકલું: પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણમાં એકનું મોત, આગચંપી-હિંસા બાદ હાલ પરિસ્થિતિ કાબૂમાં

Junagadh Majevadi Gate: ગુજરાત (Gujarat)ના જૂનાગઢ (Junagadh)માં મજેવડી ગેટ (Majevadi Gate)પાસેના મકબરાને હટાવવાની નોટિસને લઈને શુક્રવારે સાંજે ભારે હોબાળો મચ્યો હતો. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને મુસ્લિમ સમુદાયની દરગાહને નોટિસ ફટકાર્યા બાદ પથ્થરમારો અને આગચંપીનો મામલો સામે આવ્યો છે. જેમાં ડેપ્યુટી એસપી સહિત 10 પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસે આ કેસમાં હવે 174 લોકોની અટકાયત કરી છે. સ્થિતિને સંભાળવા માટે મજેવડી ગેટની આસપાસના વિસ્તારોમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

આ ઘટનામાં DySP સહિત 4 પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો સહારો લેવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. દરગાહને લઈને હોબાળો મચાવનારા અને ચાર પોલીસકર્મીઓને ઈજા પહોંચાડનારા લોકોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.

આ હંગામાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં 200-300 લોકોની ભીડ પથ્થરમારો કરતી અને વાહનો તોડતી જોવા મળી રહી છે. હિંસા ફાટી નીકળ્યા બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓને આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.

જૂનાગઢ રિસાયત સાથે જોડાયેલ મજેવડી દરવાજા પાસે એક દરગાહ છે. આ દરગાહ ઘણા સમયથી છે. આઝાદીના સમયથી લોકો તેને જોઈ રહ્યા છે. પાંચ વર્ષ પહેલા પણ આ દરગાહને લઈને વિવાદ થયો હતો. પછી થોડા દિવસોમાં મામલો શાંત થઈ ગયો. આ દરગાહ સાથે મુસ્લિમ લોકોની આસ્થા જોડાયેલી છે. પાંચ દિવસ પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાએ આ દરગાહના કાગળો મંગાવ્યા હતા. આ પછી મહાનગરપાલિકાએ દરગાહ પર નોટિસ લગાવી દીધી હતી.

દરગાહની માન્યતાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા હોવાની માહિતી મળતા શુક્રવારે (16 જૂન) સાંજે 7 વાગ્યે દરગાહ પર મોટી ભીડ એકઠી થઈ હતી. જ્યારે પોલીસ આ લોકોને હટાવવા પહોંચી તો તેઓએ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો. પોલીસે પરિસ્થિતિ સંભાળી તમામને વિખેરી નાખ્યા હતા.

રાત્રે 10 વાગ્યાની આસપાસ લોકો ફરી એકઠા થયા અને મોટી સંખ્યામાં ભેગા થયા બાદ નજીકમાં આવેલી ચોકી પર હુમલો કર્યો. પોલીસ પર પથ્થરમારો થતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. જેમાં ત્યાં હાજર પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી, તોફાનીઓએ કેટલાક વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. આ પછી પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

પોલીસે ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ મોકલી આપ્યા હતા, આ પછી કેટલાક પથ્થરબાજોની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે હજુ સુધી કોઈ FIR નોંધી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં દરગાહની સામે કેટલાક યુવકોને માર મારવામાં આવી રહ્યો છે. જૂનાગઢ પોલીસે પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે, હાલ આ વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

મજેવડી ગેટ સ્થિત પોલીસ ચોકીમાં થયેલી હિંસા દરમિયાન ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષનો ભત્રીજો પણ ત્યાં હાજર હતો. પથ્થરમારો દરમિયાન, એક વ્યક્તિને હાર્ટ એટેક આતા તેમનું મૃત્યુ થયું હતું, મૃતકની ઓળખ પોલાભાઈ સુજેત્રા તરીકે થઈ છે.

જૂનાગઢના મજેવડી ગેટ વિસ્તારમાં હિંસા અને આગચંપીની ઘટના બાદ મજેવડી ગેટ ખુબજ ચર્ચામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલા અહીં કોઈ દરગાહ નહોતી, તે ગેરકાયદેસર છે. જો કે જે તસવીરોના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે, તે તસવીરો ખૂબ જૂની છે. જૂનાગઢના લોકોનું કહેવું છે કે આ દરગાહ ઘણા સમયથી અહીં આવેલી છે. મજેવડી દરવાજા વિશે વાત કરીએ તો તે જૂનાગઢના રજવાડા સાથે સંકળાયેલા મુખ્ય દરવાજાઓમાંનો એક છે.

વિજય રૂપાણી સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આ દરવાજાનું નવીનીકરણ પણ કરાવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત કોર્પોરેશને દરગાહને લગતા દસ્તાવેજો મંગાવ્યા હતા. આ પછી નોટિસ ચોંટાડવામાં આવી હતી અને નોટિસ ચોંટાડવા બાબતે વિવાદ થયો હતો, આ પછી પથ્થરમારો અને આગચંપીનો બનાવ બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *