શોભાના ગાંઠીયા સમાન ‘નલ સે જલ યોજના’ – જુઓ તો ખરા પાણીના એક-એક ટીપા માટે કેટકેટલા વલખા મારી રહ્યા છે ગ્રામજનો

Water problem in Amli village of Tapi: સરકારની ઘણી એવી યોજનાઓ છે જે માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બની રહી છે. તાપીના આમલી ગામે આવી…

Water problem in Amli village of Tapi: સરકારની ઘણી એવી યોજનાઓ છે જે માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બની રહી છે. તાપીના આમલી ગામે આવી જ એક ઘટના સામે આવી છે. સરકારે આ ગામમાં લાખોના ખર્ચે ટાંકી અને સંપ બનાવ્યા પરંતુ નળમાંથી ક્યારેય ટીપુંય પાણી નથી આવી રહ્યું.

તાપીના સોનગઢ તાલુકાના અમલી ગામે ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો હતો. બીજી બાજુ આ ગામમાં ‘ઘર ઘર નલ સે જલ યોજના’ માત્ર શોભાના ગાંઠીયા બનીને રહી ગઈ છે. આજે પણ આ ગામમાં ગ્રામ્યજનો પાણી માટે કેટકેટલા વલખા મારી રહ્યા છે. ગામમાં આવેલા એક હેડ પંપ અને દૂધની ડેરી પર આવેલા એકમાત્ર બોરના પાણીએ આખો આકરો ઉનાળો કાઢવા ગ્રામ્યજનો મજબૂર થયા છે.

તમને જણાવી દઈએ કે, તાપી જિલ્લો કે મહત્તમ આદિવાસી બહુલતા ધરાવતો જિલ્લો છે. અહીંયા ના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. ત્યારે તાપીના સોનગઢ તાલુકામાં આવેલા આમલી ગામ કે જ્યાં આજે પણ ગામ લોકો પીવાના પાણી સહિત વપરાશ માટેના પાણી માટે વલખા મારી રહ્યા છે.

‘નલ સે ચલ યોજના’ હેઠળ દરેક ઘરમાં નળ તો છે પરંતુ આ દરેક નળો વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે. આ નળમાંથી ક્યારેય પાણીનું ટીપું પણ આવ્યું નથી. લાખોના ખર્ચે પાણી પુરવઠા દ્વારા આ ગામમાં પાણીની ટાંકી અને સંપો બનાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા બે થી ત્રણ વર્ષથી આ સંપોમાં પાણીનું ટીપું પણ નથી આવ્યું. તંત્રની આ તમામ યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. સાથે જ ગામમાં ખોટો દેખાડ કરવા તંત્ર દ્વારા સરકારી ચોપડે તમામ સુવિધાઓ દેખાવા પૂરતી છે. આજે પણ આ ગામના લોકો પીવાના પાણી અને વપરાશના પાણી માટે કેટ કેટલા વલખા મારી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ગામ લોકોને એક જ માંગ છે કે, ‘તંત્ર જલ્દીથી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવે.’

કેટ કેટલી રજૂઆતો બાદ પણ સમસ્યાનો કોઈ ઉકેલ નથી
ગામના સરપંચ અનિલ ગામીત જણાવતા કહે છે કે, ગામના સરપંચ અને આગેવાનો દ્વારા પાણી પુરવઠા ના અધિકારીને પાણીની સમસ્યા વિશે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજ દિન સુધી આ સમસ્યાનો અંત આવ્યો નથી. દર વર્ષે કપરા ઉનાળાને કારણે ગામ લોકોને પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *