રાજસ્થાનના બાડમેર જિલ્લા મુખ્યાલયથી થોડા કિલોમીટર દૂર એક એવા સરકારી અધિકારીની સંઘર્ષ ભરી કહાની સામે આવી છે જેમાં ગિરધર સિંહ નામનો યુવક પોતાના જીવનથી જંગ લડી પોતાનું સપનું ઘણી મુશ્કેલીઓ હોવા છતાં પણ પૂરું કરી બતાવ્યું. સપનું પુરા કરતા ગીર સિંહ સરકારી નોકરીમાં ગ્રામ વિકાસ અધિકારી બની ગયો છે.
ઈડર થી બાડમેર જિલ્લાના મુખ્યાલયથી લગભગ ૨૫ કિલોમીટર દૂર ઉખંડા ગામનો રહેવાસી છે. ગિરધર સિંહ જણાવે છે કે પિતાજી દારૂ પીતા હતા. ઘરની હાલત સારી ન હતી પરંતુ મેં હંમેશા એ સપનું જોયું હતું કે મારે સરકારી અધિકારી બનવું છે.ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે એક પછી એક ઘરમાં ચાર લોકોએ આત્મહત્યા કરી લીધી અને છેલ્લે હું પણ થાકી ને આ પગલું ભરવા જઇ રહ્યો હતો.
મારા મિત્રે મને રોકી લીધો.મેં હંમેશા જીવનમાં દરેક મુશ્કેલીઓ સામે લડવાનું શીખ્યો છું.મારી પાસે સ્કૂલ જવા માટે બે જ ન હતું તો હું સિમેન્ટની થેલીનું બેગ બનાવી સ્કૂલ જાતો હતો. ખાવા માટે ઘરમાં દાણા ન હતા.
આ દરમિયાન જ્યારે અને દસમું ધોરણ પાસ કર્યું ત્યારે હું બાડમેર આવ્યો અને મેં નક્કી કર્યું કે મારે સરકારી અધિકારી બનવું છે અને તેના માટે દિવસ-રાત મહેનત કરી. જો કે ઘરના લોકો ભણતર નો ખર્ચો ઉપાડી શકતા ન હતા. પણ મેં નક્કી કર્યું કે હું સવારથી સાંજ સુધી મજૂરી કરીશ.ક્યારેક મેં કુલ્ફી ની લારી ચલાવી તો ક્યારેક સમાચાર પત્રો પણ વેચ્યા.
આ રીતે મારા ભણતર માટે પૈસા ભેગા કરતો રહ્યો. આ દરમિયાન મેં ગ્રેજ્યુએશન ની પરીક્ષા પાસ કર્યા બાદ નોકરી માટે ૨૧ પરીક્ષાઓ આપી. મેં દિવસ-રાત એના માટે તૈયારી કરી પરંતુ 21 પરીક્ષાઓમાં એક બે માર્ગ માટે ચૂકી ગયો.
આ રીતે મારા જીવનમાં સંઘર્ષ હંમેશા ચાલતો રહ્યો.આ દરમ્યાન ઘણા લોકો સાથે મુલાકાત થઈ અને તેમણે કહ્યું કે તારા જીવનમાં સરકારી નોકરી નથી લખેલી તું હવે પરીક્ષાઓ આપવાનું છોડી દે અને મજૂરી કરવાનું શરૂ કરી દે છે પરંતુ મેં હિંમત ન હારી.
22 ના પ્રયત્નમાં મેં ગ્રામ વિકાસ અધિકારીની પરીક્ષા આપી.દિવાળી નો સમય હતો અને રીઝલ્ટ આવતાની સાથે જ મને લોકોએ વધામણા આપ્યા અને કહ્યું કે છેલ્લે નરસિંહ તારી જીત થઈ.તે તારા પરિવારનું નામ રોશન કર્યું સાથે-સાથે ગામનું નામ પણ રોશન કર્યું કારણ કે મારા પરિવારમાં મારા જેટલું કોઈ ભણેલું નથી. હાલમાં પણ મારું ભણતર ચાલુ છે અને મારો આગળ નું સપનું આઈએએસ અધિકારી બનવાનું છે. હું તેની તૈયારીઓ કરી રહ્યો છું.અમારી જીવન કહાની એટલા માટે હું તમારી સામે કહું છું જેના કારણે લોકો સંઘર્ષ કરતા રહે અને કોઈને કોઈ દિવસ સફળતા તમારા દ્વારે જરૂર આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.