यूपी के शाहजहांपुर में 110 की स्पीड में एक्सप्रेस ट्रेन से गिरा युवक, 100 मीटर तक प्लेट फॉर्म पर फिसलता चला गया और फिर खडा हो गया @Sarvesh68470098 @skattri12 @ajaibhadauriya @hope_india2014 @akkusingeroffic @ pic.twitter.com/nSSKtVgiwn
— Shívαní jααt jσurnαlíѕt (@SHIVANIJAAT6) June 20, 2023
શિવાની જાન (@SHIVANIJAAT6) નામના યુઝરે ટ્વિટર પર આ પોસ્ટ કરી છે. કેપ્શનમાં લખ્યું છે- યુપીના શાહજહાંપુરમાં એક યુવક 110ની સ્પીડથી એક્સપ્રેસ ટ્રેનમાંથી પડી ગયો, 100 મીટર સુધી પ્લેટફોર્મ પર લપસતો રહ્યો અને પછી ઊભો થયો. 20 જૂનના રોજ શેર કરવામાં આવેલી આ ચોંકાવનારી 21 સેકન્ડની ક્લિપમાં એક માણસને સ્પીડમાં આવતી એક્સપ્રેસ ટ્રેન દ્વારા પ્લેટફોર્મ પર થોડા અંતર સુધી ખેંચી જતો જોઈ શકાય છે. તેને જોઈને ત્યાં ઊભેલા અન્ય લોકો સ્તબ્ધ થઈ જાય છે. કેટલાક તેની તરફ જવા લાગે છે. વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે ભયાનક અકસ્માત છતાંય છોકરો તરત જ ઊભો થઈ જાય છે. નોંધનીય બાબત એ છે કે આટલી ઝડપે આવતી ટ્રેનમાંથી પડી જવા છતાંય યુવકને એક ખંરોચ પણ આવ્યો ન હતો.
આ આઘાતજનક અકસ્માત જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને પોસ્ટ પર કોમેન્ટ દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું કે, આ સાબિત કરે છે કે ભારતીય રેલવેના પ્લેટફોર્મ સારા છે. બીજાએ કહ્યું કે, – બાબા બચી ગયા છે. બસ, આવી ઘટનામાંથી શીખવું જોઈએ અને ઉતાવળમાં ક્યારેય ટ્રેનમાં ચડવું કે ઉતરવું નહીં. તમે આ અંગે શું કહેવા માંગો છો? કોમેન્ટ કરીને અમને તમારો અભિપ્રાય જણાવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.