રામ કથા કલાકાર મોરારી દાસનું ફિલ્મ આદીપુરૂષને લઈને મોટું નિવેદન, જાણો શું બોલ્યા બાપુ

Morari Bapu Statement on Adipurush Controversy: આદિપુરુષ વિવાદ મામલે હવે કથાકાર મોરારી બાપુએ પણ આડકતરો કટાક્ષ કર્યો છે. વાત જાણે એમ છે કે, આદિપુરુષ ફિલ્મ તેના ડાયલોગને કારણે વિવાદમાં આવી રહી છે. આ દરમિયાન હવે જાણીતા કથાકાર મોરારી બાપુએ (Adipurush Controversy Morari Bapu News) પણ આ બાબતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો ના લો, કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત કહીશ તેવો મોરારી બાપુએ આડકતરો કટાક્ષ પણ કર્યો હતા.

ગુજરાત સહિત દેશભરમાં હાલ ફિલ્મ આદિપુરુષને લઈ ઘણા વિવાદ ચાલી રહ્યા છે. તે દરમિયાન હવે ફિલ્મમાં કેટલાક ડાયલોગમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે કર્ણ પ્રયાગની રામકથામાં મોરારીબાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે. કથાકાર મોરારીબાપુએ પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ અને તેના પાત્રો વિષે યોગ્ય બોલાતું નથી, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો ના લો.

કોઈને ન પૂછો તો મને પૂછો: મોરારી બાપુ
કથાકાર મોરારી બાપુએ કહ્યું કે, કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું કહીશ કે, રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત સુ હતી. આ સાથે તેમણે કહ્યું કે, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો ના લો. મહત્વનું છે કે, મોરારીબાપુએ રામાયણ સિરિયલના રામાનંદ સાગરને યાદ કરતાં કહ્યું કે, સિરિયલ બનાવતા પૂર્વે રામાનંદ સાગર તલગાજરડા આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *