57 વર્ષે લગ્નના તાંતણે બંધાશે સલમાન ખાન? IIFA એવોર્ડમાં સલમાનને દિલ આપી બેઠી હોલીવુડ રિપોર્ટર

Salman Khan got marriage proposal: સલમાન ખાન (Salman Khan) બોલિવૂડનો સૌથી પ્રિય બેચલર છે. જોકે એવું નથી કે તેમને કોઈએ પ્રયાસ કર્યો નથી, પરંતુ ભાઈજાને…

Salman Khan got marriage proposal: સલમાન ખાન (Salman Khan) બોલિવૂડનો સૌથી પ્રિય બેચલર છે. જોકે એવું નથી કે તેમને કોઈએ પ્રયાસ કર્યો નથી, પરંતુ ભાઈજાને પોતે જ અત્યાર સુધી લગ્નથી અંતર જાળવી રાખ્યું છે. આ દરમિયાન 57 વર્ષીય અભિનેતા જે IIFA 2023 નો ભાગ બનવા માટે પહોંચી ગયો છે અને ત્યાં તેને લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે.

પરંતુ જોવાની વાત એ છે કે ભાઈજાનને આ પ્રસ્તાવ ભારતમાંથી નહીં પરંતુ વિદેશી રિપોર્ટરે આપ્યો છે. તે જ સમયે અભિનેતાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે જ સમયે ચાહકો પણ વિડિઓની ટિપ્પણીઓમાં તેમના દિલની વાત કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સલમાન ખાન આ દિવસોમાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સની 22મી આવૃત્તિ માટે અબુ ધાબીમાં છે, જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ દરમિયાન પાપારાઝીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક હોલીવુડ રિપોર્ટર સલમાન ખાનને લગ્નનો પ્રસ્તાવ મૂકતી જોવા મળી રહી છે.

હકીકતમાં વાતચીત દરમિયાન એક મીડિયા રિપોર્ટર સલમાન ખાનને કહે છે કે તે હોલિવૂડથી માત્ર એ કહેવા માટે આવ્યો છે કે તેણે જયારે સલમાનને જોયો તે જ ક્ષણે તેને પ્રેમ થઈ ગયો. જવાબમાં, સલમાન ખાન મજાકમાં કહે છે, “તમે શાહરૂખ ખાન વિશે વાત કરી રહ્યા છો ને?”  ત્યારે રિપોર્ટર કહે છે નાં હું તમારી વાત કરું છુ, તમે મારી સાથે લગ્ન કરશો?

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. જો કે તેમના ડેટિંગના સમાચાર ઘણા આવ્યા પરંતુ આજ સુધી તેઓ લગ્નના બંધનમાં બંધાયા નથી. તે જ સમયે તેને ઘણા રિયાલિટી ટીવી શોમાં લગ્નના પ્રસ્તાવ મળ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાનની ટાઈગર 3 નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે ભાઈજાન બિગ બોસ ઓટીટીની બીજી સીઝન હોસ્ટ કરવા જઈ રહ્યો છે, જેનો પહેલો પ્રોમો સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *