girl attacked with knife in Pune:સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યાકાંડની જેમ જ ફરી એક વાર મહારાષ્ટ્રના પુણેના સદાશિવ પેઠ સંકુલમાં મંગળવારે સવારે હત્યારા ફેનીલની જેમ એક યુવકે એક યુવતી પર છરી વડે હુમલો(girl attacked with knife) કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળેલી માહિતી અનુસાર, આરોપીનું નામ શાંતનુ જાધવ છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી તેના મિત્ર સાથે જઈ રહી હતી ત્યારે શાંતનુએ બાઇક રોકીને પહેલા યુવક પર હુમલો કર્યો હતો.
महाराष्ट्र के पुणे में एक तरफा प्यार में पागल एक लड़के ने आज एक लड़की पर जान लेवा हमला कर दिया.
आस पास के लोगो ने हिम्मत दिखाई और लड़की को बचाया और साथ ही आरोपी लड़के को भी पकड़ कर पुलिस के हवाले किया.
अगर ऐसी हिम्मत दिल्ली वालो ने दिखाई होती तो आज साक्षी जिंदा होती. pic.twitter.com/GEuS1yuq9R
— Vivek Gupta (@imvivekgupta) June 27, 2023
આ પછી તે છરી સાથે યુવતીની પાછળ દોડ્યો અને તેના પર હુમલો કર્યો. પ્રાપ્ત માહિતી અનુસાર ત્યાં હાજર લોકોએ છોકરીને ચીસો પાડતી જોઈ અને તેમની મદદથી આરોપી શાંતનુ જાધવને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
યુવતી અને આરોપી શાંતનુ પહેલા મિત્રો હતા. યુવતી સવારે 10 વાગે સ્કૂટી પર કોલેજ જઈ રહી હતી. એ જ વખતે શાંતનુ તેની સાથે વાત કરવાના ઇરાદે નજીક આવ્યો. તેમની વચ્ચે ઝઘડો થયો અને પછી શાંતનુએ છરી કાઢીને તેના પર હુમલો કર્યો. યુવતીને હાથ અને માથામાં ગંભીર ઈજાઓ છે.
તે જ સમયે પીડિત છોકરીના જણાવ્યા અનુસાર, તેણે શાંતનુના પ્રસ્તાવને નકારી દીધો હતો. તેને કહ્યું છે કે શાંતનુ મને ફોન કરતો હતો અને તેની પાછળ આવતો હતો. આ અંગે પીડિતાએ તેના પરિવારને ફરિયાદ કરી હતી. તેણે શાંતનુને પોલીસમાં જાણ કરવાની ચેતવણી પણ આપી હતી. આ પછી પણ શાંતનુ માન્યો ન હતો અને હેરાન થતો હતો.
મળતી માહિતી અનુસાર, યુવતીએ તેના પરિવારને તેની હરકતો વિશે જણાવ્યું. જેના કારણે શાંતનુએ ગુસ્સામાં આવીને યુવતી પર હુમલો કર્યો હતો. યુવતીના હાથ, પીઠ અને માથા પર છરીના ઘા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.