જ્યારે આપણે કોઈ કંપનીમાં નોકરી માટે જઇએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે વાતાવરણ કેવું છે અને કેટલો પગાર મળે છે. બીજી બાજુ, કંપની કોઈપણ કર્મચારીના પગારને પણ તેની યોગ્યતા અનુસાર નક્કી કરે છે. આ સિવાય તેમની નીતિ પ્રમાણે અને કામ પ્રમાણે પણ દરેકની વૃદ્ધિ થાય છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ એવી કંપની વિશે સાંભળ્યું છે જ્યાં કર્મચારીઓ પોતાનો પગાર જાતે નક્કી કરે છે. તમને આ વસ્તુ સ્વપ્નથી ઓછી નહીં લાગે.પરંતુ લંડનમાં આવી એક કંપની છે, જ્યાં કર્મચારીઓ જાતે નક્કી કરે છે કે, તેમનો પગાર કેટલો હશે.
એટલું જ નહીં, તે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ગમે ત્યારે પગાર વધારી શકે છે. આ કંપનીનું નામ ગ્રાન્ટ્રી છે. આ કંપની વ્યવસાયિક કંપનીઓને સરકારી ભંડોળ મેળવવામાં મદદ કરે છે. પરંતુ આ કંપની આજકાલ તેની એક મહિલા કર્મચારીને કારણે ચર્ચામાં આવી છે. આ મહિલાએ પોતાનો પગાર 27 લાખ રૂપિયાથી વધારીને 33 લાખ રૂપિયા કર્યો છે.એક અંગ્રેજી અહેવાલ મુજબ, સેસિલિયા મંડિકા નામની 25 વર્ષીય મહિલાનું માનવું છે કે,તેણે તેના લક્ષ્યાંક કરતા વધારે કામ કર્યું છે.
તેને લાગે છે કે,સારા કામને કારણે તેનો પગાર વધારવો જોઇએ. તો તેણે તેના 6 લાખ રૂપિયા વધાર્યા છે. ગ્રાન્ટ્રી નામની આ કંપનીમાં જો કોઈ કર્મચારીએ પોતાનો પગાર વધારવો હોય તો તેણે પહેલા તેના સાથી કર્મચારીઓ સાથે ચર્ચા કરવી પડશે.સેસિલિયાએ આ જ કર્યું અને આ નિર્ણયને તમામ કર્મચારીઓ દ્વારા પણ ટેકો મળ્યો. નોંધપાત્ર વાત એ છે કે,આ કંપનીમાં 45 કર્મચારીઓ કામ કરે છે અને બધાએ પોતાનો પગાર નક્કી કર્યો છે. તે જ્યારે ઇચ્છે ત્યારે તેને બદલી શકે છે.
પરંતુ કોઈ પણ કર્મચારીનો પગાર વધારતા પહેલા એ જોવું રહ્યું કે,કંપનીમાં કામ કરતા બાકીના લોકો સમાન પગાર કેટલો લે છે. તે પછી તેઓ તેમના સાથી કર્મચારીઓ સાથે વાત કરે છે કે,તેઓને કેટલો પગાર મેળવવો જોઈએ અને તેઓએ વધુ પૈસા કેવી રીતે એકત્રિત કરવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.