Former Kerala CM Oommen Chandy passes away: કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમેન ચાંડીનું મંગળવારે સવારે બેંગલુરુમાં નિધન થયું હતું. તેઓ 79 વર્ષના હતા. ઓમેન ચાંડી(Former Kerala CM Oommen Chandy passes away) લાંબા સમયથી બીમાર હતા, તેમની બેંગલુરુમાં સારવાર ચાલી રહી હતી.
તેમના પુત્રએ આ અંગે ફેસબુક પર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અપ્પા હવે નથી. તે જ સમયે કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરને ટ્વિટર પર આ માહિતી શેર કરી છે.
નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું કે, કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કટ્ટર કોંગ્રેસી ઓમેન ચાંડી જાહેર નેતા તરીકે ઉંચા કદના હતા. તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને દૂરંદેશી નેતૃત્વએ કેરળના વિકાસ અને દેશના રાજકીય લેન્ડસ્કેપ પર ઊંડી છાપ છોડી છે. તેમને તેમના સમર્પણ અને સેવા માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના.
“Former Kerala CM and senior Congress leader Oommen Chandy passes away”, tweets Kerala Congress President K Sudhakaran pic.twitter.com/QAR7EfaUnI
— ANI (@ANI) July 18, 2023
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ટ્વિટ કરીને ઓમેન ચાંડીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે લખ્યું- અમે બંને એક જ વર્ષે વિધાનસભામાં ચૂંટાયા હતા. અમે વિદ્યાર્થી જીવનથી જ રાજકારણની દુનિયામાં સાથે પ્રવેશ્યા હતા. અમે સાથે જાહેર જીવનનો ભાગ હતા. આવી સ્થિતિમાં તેમને અલવિદા કહેવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે. ઓમેન ચાંડી એક સક્ષમ પ્રશાસક હતા જે લોકોના જીવનમાં નજીકથી સંકળાયેલા હતા.
કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરણે લખ્યું કે, આજે પ્રેમની શક્તિથી આખી દુનિયાને જીતનાર રાજાની વાર્તાનો સન્માનજનક અંત આવ્યો છે. આજે એક મહાન વ્યક્તિત્વના નિધનથી હું દુખી છું. તેમણે અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ કર્યો, તેમનો વારસો હંમેશા અમારી સાથે રહેશે.
ભારતીય યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીએ ટ્વિટર પર લખ્યું કે, કેરળના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમેન ચાંડીના જવાથી હું દુખી છું. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા રાજકારણી અને પ્રજાના નમ્ર સેવક હતા. તેમનો વારસો કરોડો લોકોના હૃદયમાં જીવંત રહેશે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના છે.
Congress president Mallikarjun Kharge tweets, “My humble tribute to the stalwart Oommen Chandy, former Kerala Chief Minister and a staunch Congress man who stood tall as a leader of the masses. His unwavering commitment and visionary leadership left an indelible mark on Kerala’s… pic.twitter.com/9um3LyaYhz
— ANI (@ANI) July 18, 2023
કોણ હતા ઓમેન ચાંડી?
ઓમેન ચાંડી 2004 થી 2006 અને 2011 થી 2016 સુધી બે વખત કેરળના મુખ્યમંત્રી રહ્યા હતા. 1970ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારે તેની ઉંમર 27 વર્ષની હતી. આ પછી તેઓ સતત 11 વખત ચૂંટણી જીત્યા.
છેલ્લા પાંચ દાયકામાં, તેમણે તેમના હોમ ટાઉન પુથુપલ્લીના માત્ર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. 2022 માં, તેઓ વિધાનસભાના સૌથી વૃદ્ધ સભ્ય બન્યા. તેણે 18,729 દિવસ કામ કર્યું. આ સાથે તેમણે કેરળ કોંગ્રેસ (એમ)ના ભૂતપૂર્વ સુપ્રીમો સ્વર્ગસ્થ કેએમ મણિના રેકોર્ડને પાછળ છોડી દીધો. તેમની રાજકીય ઇનિંગ દરમિયાન, ચાંડીએ ચાર વખત વિવિધ મંત્રીમંડળમાં મંત્રી તરીકે અને ચાર વખત રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube