જન્માષ્ટમીના દિવસે ઘરે લઈ આવો આ 7 વસ્તુઓ, કૃષ્ણ ભગવાનની એટલી કૃપા થશે કે ક્યારેય ખાલી નહિ થાય તિજોરી

Janmashtami 2023: ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ કૃષ્ણજનમાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની(Janmashtami 2023) ઉજવણી કરવામાં આવશે. આ શુભ અવસર પર કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.

કામધેનુ ગાય
જન્માષ્ટમી પર કામધેનુ ગાયને ઘરે લાવવાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થાય છે. તમે કામધેનુ ગાયની મૂર્તિને તિજોરીમાં રાખી શકો છો.

વાંસળી
ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. જે ઘરમાં વાંસળી હોય ત્યાં ધન અને પ્રેમની ક્યારેય કમી નથી હોતી. વાંસળી રાખવાથી ઘરેલું પરેશાનીઓ દૂર થાય છે.

લાડુ ગોપાલ
જો તમે નિઃસંતાન છો તો તમારા ઘરની દિવાલ પર બાલ ગોપાલની તસવીર લગાવો. જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા બની રહે.

ગંગા જળ
જન્માષ્ટમી પર તમે ઘરે ગંગા જળ લાવી શકો છો. ગંગાજળનો ઉપયોગ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સુખ-સંપત્તિ વધે છે.

ચંદન
ચંદનનું તિલક મનને શાંત કરે છે. મગજ પર જે જગ્યાએ આપણે તિલક લગાવીએ છીએ, ત્યાં આજ્ઞા ચક્ર છે.

વીણા
વીણાને ઘરમાં શાંત અને એકાંત સ્થાન પર રાખવાથી માતા સરસ્વતીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરના તમામ સભ્યોની બુદ્ધિનો વિકાસ થાય છે.

મધ
જન્માષ્ટમીના દિવસે ઘરમાં મધ લાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તમે દેવીને મધ પણ અર્પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *