ACB ટીમનો સપાટો: સીનીયર કલાર્ક અને પટાવાળો 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા

Published on Trishul News at 12:29 PM, Tue, 5 September 2023

Last modified on September 14th, 2023 at 4:27 PM

Godhra ACB trap: હાલ રાજ્યમાં ACB દ્વારા જે અધિકારીઓ લાંચ લેતા હોય તેને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. સોમવારે ACB ની ટીમે ગોધરામાં(Godhra ACB trap) આવેલી જીલ્લા સહકારી મંડળીમાં સીનીયર કલાર્ક અને તેના પટાવાળાને પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓપરેટીવ બેંક આગળ પ્રભા રોડપરથી લાંચ લેતા પકડી પાડ્યા હતા.

આ ટ્રેપમાં સીનીયર કલાર્ક અને તેના પટાવાળાને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યા છે. ફરિયાદીએ ટ્રેકટરનુ વેચાણ કરી વેચાણ પેટે મળેલ રૂ.1 લાખ ની સેવા સહકારી મંડળીના નામે એફ.ડી. કરાવી હતી. પરંતુ ટ્રેકટર વેચાણ કરીને મળેલી રકમ મંડળીના સેક્રેટરી દ્રારા પચાવી પાડવામાં આવી હતી. તે કારણે ફરિયાદીએ તેના વિરુધ ફરિયાદ નોધાવી હતી.

ફરીયાદીએ તેના વિરુધ રાજેશકુમાર અખમાભાઇ વાઘડીયા કે જે સીનીયર કલાર્ક છે તેને ફરિયાદ કરી હતી. પરંતુ રાજેશકુમારે ફરિયાદ નોધાવા માટે અને આ અરજીનો નિકાલ કરવા માટે રૂ 15,000/- લાંચની માંગણી કરી હતી. તે માટે ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.

15 હજાર રુપિયાની લાંચ માંગી
જેને કારણે કાલે ACBએ તારીખ 04/09/2023ના રોજ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવા એક ટ્રેપ ગોઠવાયો હતો. જેમાં ACBએ સીનીયર કલાર્ક અને તેના પટાવાળાને 15,000 રૂની લાંચ લેતા રંગેહાથે તેમને પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓપરેટીવ બેંક જે પ્રભા રોડ પર આવેલી છે તેની આગળ લાંચ લેતા રંગે હાથે પકડી પડ્યા છે. ACBએ આ ટ્રેપમાં 2 આરોપીને પકડી પાડ્યા છે.જેમાં એક આરોપીનું નામ રાજેશકુમાર અખમાભાઇ વાઘડીયા કે જે ગોધરાની સેવા સહકારી મંડળીના સીનીયર કલાર્ક અને બીજો આરોપી મેહુલ ગુલાબસિંહ બારીકે જે સહકારી મંડળીના પટાવાળા તરીકે કામ કરે છે. અને આ બને આરોપીની ધરપકડ કરી ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Be the first to comment on "ACB ટીમનો સપાટો: સીનીયર કલાર્ક અને પટાવાળો 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા"

Leave a comment

Your email address will not be published.


*