Prediction of Ambalal Patel in Gujarat: ગુજરાતમાં હવામાન વિભાગ પછી હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે. વાત જાણે એમ છે કે, આગામી દિવસોએ વરસાદને લઈ અંબાલાલ પટેલે એક આગાહી કરી છે. અંબાલાલ પટેલે(Prediction of Ambalal Patel in Gujarat) કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, 22 સપ્ટેમ્બર બાદ બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 10થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે આ તરફ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમથી વરસાદ લાવી શકે છે.
હવામાન વિભાગે શું આગાહી કરી ?
હવામાન વિભાગે આવનાર 5 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની શક્યતા વધારે છે. આ સાથે નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાનની આગાહી મુજબ ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ચાર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
જેમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube