VIP દરબારના પૈસાના ઉઘરાણાના વિવાદ બાદ હવે ધીરેન્દ્ર શાસ્ત્રીની પ્રસાદીના નામે ખુરશીનો વેપલો શરુ

Chairs sold in Rajkot as Prasad of Dhirendra Shastri: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) નો દિવ્ય દરબાર ગુજરાત રાજ્યના રાજકોટ (Rajkot) માં યોજાયો હતો.…

Chairs sold in Rajkot as Prasad of Dhirendra Shastri: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) નો દિવ્ય દરબાર ગુજરાત રાજ્યના રાજકોટ (Rajkot) માં યોજાયો હતો. ત્યારે દિવ્ય દરબારનો પ્રથમ દિવસ જ વિવાદમાં આવ્યો છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પ્રસાદીની ખુરશીના ભાવ-તાલના બોર્ડ લાગ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં બોર્ડ લાગ્યા હતા કે, પૈસા આપો અને ખુરશી બુક કરો.

મળેલી માહિતી અનુસાર પ્રસાદીની ખુરશીના ભાવ રૂપિયા 350 થી 450 રાખવામાં આવ્યા છે. રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો મોડી રાત્રે વીઆઇપી દરબાર યોજાયો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી યોજાયો હતો. 

જન કલ્યાણ હોલ ખાતે રેસકોર્ષનો દરબાર પૂર્ણ થયા બાદ મોડી રાત્રે વીઆઇપી દરબાર યોજાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આયોજક સમિતિના સભ્યોના સગા સબંધીઓ માટે આ દરબાર યોજવામાં આવ્યો છે. નોંધનીય તો એ છે કે, ગઇકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે વીઆઈપી દરબાર યોજાશે નહીં.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારના પ્રથમ દિવસે હાજર રહેનાર લોકોને સ્ટેજ પર બોલાવ્યા હતા. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉપર બોલાવેલા લોકોના મનની વાત પણ જાણી હતી. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટના કાલાવડ રોડ પર રહેતા નેહાબેન સાથે વાત કરી હતી, નેહા બેને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું, તેમણે કહ્યું કે, મારો દીકરો નાપાસ થયો હતો જેની મને ખુબજ ચિંતા હતી અને બાબતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મારી સાથે વાત કરી હતી.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટના બિઝનેસમેન ચેતન પટેલ સાથે પણ વાત કરી હતી, ચેતન પટેલે જણાવ્યું કે, બાબાએ મારા મનની વાત કયા વગર જ જાણી લીધી હતી. મારા પર દેવું છે તે વાત બાબતે મેં બાબા સાથે વાત કરી હતી. ચેતનભાઇ ચાવડાએ વધુ વાત કરતા કહ્યું કે, આજે મારી દીકરીનો બર્થ ડે છે મેં બાબા સાથે વાત કરી ન હતી છતાં તેમણે મને કહ્યું કે તારી દીકરીનો બર્થ ડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *