Surat accident: સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં પૂરપાટ દોડતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.(Surat accident) જેથી કાર BRTSના ડિવાઈડર સાથે અથડાય પલટી મારી ગઇ હતી. કાર પલટી મારતા કાર ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. ડ્રાઈવરનો માત્ર સામાન્ય ઇજા થઇ હોવાની માહિતી સામે આવી હતી. તેમજ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી
અડાજણ-પાલ વિસ્તારમાં સુધીર ચામનેરીયા ઇનોવા કાર (GJ 05 CH 2053) લઈને પસાર થઈ રહ્યા હતા. જોરદાર અકસ્માતનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી. કાર BRTS ડિવાઈડર સાથે ભટકાઇ હતી. પૂરઝડપે દોડી રહેલી ઇનોવા કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ભટકાઈને પલટી મારી ગઈ હતી. કારમાં સવાર આધેડનો ચમત્કારિક બચાવ થયો હતો.
ઇનોવા કાર એકાએક પલટી મારી જતાં ચાલકનો જીવ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતના પગલે ડિવાઇડરના ભુક્કા બોલી ગયા હતાં. BRTS ગ્રીલની સાથે ઇનોવા કારને પણ નુકશાન થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube