સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાં (Surat Aangadiya Robbery) ત્રણ દિવસ અગાઉ થયેલ લૂંટના પ્રયાસની ઘટનામાં ઉધના પોલીસે (Udhana Police) મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ મુખ્ય આરોપી વિરુદ્ધ વર્ષ 2009માં ખટોદરા પોલીસ મથકમાં મુન્ના ભરવાડની હત્યા મામલે ગુનો નોંધાયો હતો. જે ગુનામાં અગાઉ તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. આર્થિક નાણાની જરૂરિયાત હોવાના કારણે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો
સુરતના ઉધના નવસારી રોડ પર આવેલા સિલિકોન સોપર્સમાં 13મી સપ્ટેમ્બરના રોજ બપોરના સમય દરમિયાન લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. સિલિકોન સોપર્સમાં આવેલી પટેલ અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાં બે થી ત્રણ જેટલા શખ્સો ઘાતક હથિયાર અને દેશીહાથ બનાવટની પિસ્તોલ લઈ ઘસી આવ્યા હતા. જે પૈકી એક શખ્સ દ્વારા આંગડિયા પેઢીની આધેડ કર્મચારી ઉપર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આંગડિયા પેઢીના કર્મચારીએ પ્રતિકાર કરતા ભારે હોબાળો મચી ગયો હતો. લૂંટ કરવા આવેલા ત્રણ પૈકીના એક શખ્સને લોકોએ ઝડપી પોલીસના હવાલે કર્યો હતો
ઉધના પોલીસ દ્વારા અટકાયત કરાયેલા રાજુસિંગ ઉર્ફે બબલુસિંગ ઠાકુરની આકરી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે, સમગ્ર લૂંટની ઘટનાનો પ્લાન અમિતસિંહ રાજપુતે બનાવ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મુખ્ય આરોપી અમિત સિંહ રાજપુત, રાજુસિંહ ઉર્ફે બબલુસિંગ ઠાકુર, જોગીન્દ્ર ગૌડ, સાહિલ ઉર્ફે ગુડું અગ્રવાલ 11મી સપ્ટેમ્બરના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન ઉધના-નવસારી રોડ પર આવેલા સિલિકોન સોંપર્સની અંદર આંગડિયા પેઢીની રેકી કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે પણ પટેલ અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીની ઓફિસની રેકી કરી તમામ આરોપીઓ પોતાના ઘરે પરત ફરી ગયા હતા. ત્યારબાદ પ્લાનિંગ મુજબ 13મી સપ્ટેમ્બરના રોજ તમામ આરોપીઓ સચિન ખાતેથી ઉન વિસ્તાર થઈ ઓટો રિક્ષામાં બેસી ઉધના સિલિકોન સોપર્સ ખાતે પહોંચ્યા હતા. આરોપી જોગીન્દ્ર અને રાજુસિંહ હથિયાર લઈને અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાં ઘસી ગયા હતા. જે બાદ ઓફિસનો દરવાજો બંધ કરી હાજર કર્મચારીને “જીતને રૂપે હે ઉતને થેલે મેં ભર દો” કહી ધમકાવ્યો હતો
ઉધના પોલીસ દ્વારા આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા મહત્ત્વની બાબત સામે આવી હતી. જેમાં લૂંટનો પ્લાન ઘડનાર મુખ્ય આરોપી અમિત સિંહ રાજપુત વિરુદ્ધ વર્ષ 2009માં ભટાર ખાતે થયેલ માથાભારે મુન્ના ભરવાડની હત્યા કેસ મામલે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પણ તેની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. મુખ્ય આરોપી દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપવા બિહાર ખાતેથી દેશીહાથ બનાવટનો તમંચો ખરીદ્યો હોવાની હકીકત સામે આવી છે. જે તમંચો કબ્જે કરવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube