ભારત અવારનવાર દુશ્મનો અને વિશ્વ સામે ટકી રહેવા માટે સફળ પરિક્ષણ કરતુ રહ્યું છે. ભારતે ગયા શનિવારે મધ્યમ દૂરીના બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2નું સફળ પરિક્ષણ કર્યું છે. સરકારી સૂત્રો અનુસાર ઓડિશાના બાલાસોરથી આ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.
આ પરિક્ષણ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે ભારતે પહેલી વાર આ મિસાઈલનું રાતમાં પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ 2000 કિલોમીટર સુધી દુશ્મનોને માત દઈ શકે છે. સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાંડ દ્વારા ઓડિશાના તટથી અગ્નિ-2 મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું. અને આ પરિક્ષણ સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.
અગ્નિ 2 બેલિસ્ટિક મિસાઈલ 20 મીટર લાંબી હોય છે અને આ 1000 કિલો સુધીનો વજન લઈ જવામાં સક્ષમ છે. તમને જણાવી દઈએ કે અગ્નિ-2 મિસાઈલને પહેલા જ સેનામાં શામેલ કરવામાં આવ્યું છે. તેને ડીઆરડીઓની એડવાંસ્ડ સિસ્ટમ લેબોરેટરીએ તૈયાર કર્યું છે. આ મિસાઈલને ઈન્ટીગ્રેટેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવ્યું છે.
અતિઆધુનિક નેવિગેશન સિસ્ટમથી યુક્ત આ મિસાઈલમાં અદ્ભુત કમાંડ અને કંટ્રોલ સિસ્ટમ આપવામાં છે. આ મિસાઈલ અગ્નિ સીરીઝ મિસાઈલનો હિસ્સો છે. આ સીરીઝમાં 700 કિમી સુધી જનાર અગ્નિ-1 અને 3000 કિમી જનાર અગ્નિ-3 મિસાઈલ પણ શામેલ છે. તેની સિવાય લાંબી દુરી સુધી માર કરનાર અગ્નિ-4 અને અગ્નિ-5 પણ આ સિરીઝનો હિસ્સો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.