હાલ સમાજમાં મહિલા સાથે ન થવાના બનાવો થઇ રહ્યા છે. ખરેખર મહિલા સુરક્ષા માટે લોકોએ અને સરકારે જાગૃત થવાની અને ફેલાવાની ખુબ જરૂરિયાત ઉભી થઇ છે. મહિલા સાથે ના કરવાના કામ કરી ત્યારબાદ તેને બ્લેકમેઇલ કરી ન કરવાના કામ કરાવે છે. ખરેખર આવા લોકોને મોતની સજા આપવી જોઈએ પરંતુ આપણા દેશમાં તે લોકો ખુલ્લા ફરી રહ્યા છે.
હાલ ગુજરાતના બનાસકાંઠા જીલ્લમાં દિવસે દિવસે મહિલાઓ સાથે ધૃણાસ્પદ બનાવોમાં વધારો થઈ રહ્યો છે. દૂષ્કર્મ અને હિંસાનાં બનાવોનાં કારણે જિલ્લામાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલોના ઢગલા થઇ ગયા છે. વાવા તાલુકામાં એક યુવતીને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટનાથી શહેરમાં ચક્માર મચી ગયો છે.
સવાર-સવારમાં યુવતી ખેતરમાં સ્નાન કરી રહી હતી. તે સમયે યુવતીનો વિડીયો ઉતારી લીધો હતો. અને તેને ધમકી અપાઈ હતી કે આ વિડીયો હું સોસિયલ મીડિયામાં વાઈરલ કરી દઈશ અને તને બદનામ કરી નાખીશ. અને તેમ છતાં યુવતીને ખુબ માર મારવામાં આવ્યો હતો. નરાધમોએ યુવતીને બ્લેકમેલ કરીને અમદાવાદ લાવીને તેની સાથે દુષ્કર્મ રચ્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીએ 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વાવ તાલુકાનાં ડેડવાનાં સેંધા આસલ સહિત 3 નરાધમો વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના મામલે વાવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ યુવતી જ્યારે ખતેરમાં સ્નાન કરી રહી હતી ત્યારે તેના ખેતર પાડોશીએ વિડીયો ઉતારી લીધો હતો, ત્યારબાદ યુવતીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેનું અપહરણ કર્યું હતુ.
8 મહિના પહેલા યુવતીને બ્લેકમેલ કરીને અમદાવાદ લાવવામાં આવી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરીને અત્યાચાર કરવામાં આવ્યો હતો. યુવતીએ દુષ્કર્મી ઉપરાંત તેના ભાગીયા અને મદદ કરનાર મિત્ર સહિત 3 વિરુદ્ધ ફરિયાદ કરી છે. નરાધમ દ્વારા દુષ્કર્મનો ક્રમ યથાવત રહેતા યુવતીએ હિંમત કરીને પોલીસને ફરિયાદ નોંધાવી. વાવ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.