Maa Mogal Manta: કહેવાય છે ને કે માં મોગલ તો અઢારે વરણની માતા છે.તેમના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે જે કોઈ ભકત માં મોગલના દરબારમાં આવે છે તે સૌ કોઈ માં મોગલના દર્શન માત્રથી હસતા મોઢે ઘરે પરત ફરે છે.માં મોગલ નો પરચો પણ અપરંપાર રહ્યો છે આજ દિન સુધી લાખો માઇ ભક્તોને માં મોગલ એ પરચા બતાવ્યા છે.
માં મોગલ તો દુઃખ હરનારી કહેવાય અને તેમના ચરણે આવેલા તમામ ભક્ત માં મોગલ ના આશીર્વાદ માત્ર થી હસતા મોઢે ઘરે જાય છે, ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે. માં મોગલ ના દરબારે આવનાર તમામ ભક્તના બધી મનોકામનાઓ પૂર્ણ થાય.એવી જ રીતે રાજુલા થી એક યુવક પોતાની માનતા પૂરી કરવા રૂપિયા 5100 લઈને માં મોગલના ચરણે અર્પણ કરવા ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો.
આપણે સૌ જાણીએ છીએ કે, કભરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે મણીધર બાપુએ યુવકની આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે જણાવ્યું કે તેના બાપુજીને કેન્સર ની બિમારી હતી. તે દરમિયાન દર્શન કરવા અહીં લાવ્યા ત્યારે માં મોગલ એ કહ્યું હતું કે એક મહિનો ને પાંચ દિવસ પછી રિપોર્ટ કરાવજે અને એ રિપોર્ટ કરાવ્યો અને તમામ રિપોર્ટ સારા આવ્યા. જેથી અમે માનતા માની હતી તે પૂર્ણ કરવા માટે અહીં માં મોગલના ચરણે 5100 અર્પણ કરવા આવ્યો છું.
મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા સાથે જ 5100 માં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી 151 ગણી માનતા સ્વીકારી છે. આ પૈસા તું તારી બેન દીકરીને આપજે માં મોગલ રાજી રાજી થશે એટલું જ નહીં પરંતુ આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. તેથી જ કહ્યું છે કે કોઈ અંધશ્રદ્ધામાં ન માનતા માત્ર માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો ભક્તો તમારી બધી મનોકામનાઓ માં મોગલ પૂર્ણ કરે છે.
સાંભળ્યું છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે. તેથી જ તો માં મોગલના દરબારે આવનાર તમામ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. ભક્તો માત્ર આસ્થા અને શ્રદ્ધા રાખી માં મોગલ ની માનતા માની તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેથી જ તો માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. અને માં મોગલ ના ચમત્કારીત પરચા ને કારણે તમામ ભક્તો માં મોગલ પર શ્રદ્ધા રાખી માનતાઓ માને છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube