પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને સુરત મહાનગરપાલિકાને કેવી રીતે કરાવ્યું કરોડોનું નુકસાન? વાંચો અહેવાલ

Former standing chairman Pareshbhai Patel damaged SMC: સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ખાસ કરીને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પટેલ દ્વારા કમ્પ્યુટર ઓપરેટર પૂરા પાડતી બેદરકાર કંપનીઓ આકાર અને સુકાનીને 2020 ની અંદર ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા એક વર્ષ અને વધુ બે વર્ષ માટે પાલિકાની વિવિધ જગ્યાઓમાં ઓપરેટરો પુરા પાડવા માટે વાર્ષિક દર વર્ષે 10% ના વધારા સાથે કામગીરી સોંપવામાં આવી હતી.

પરંતુ આ ત્રણ વર્ષ પૂરા થયા બાદ નવી ટેન્ડરિંગ પ્રક્રિયા કરવાની બદલે આ જ બંને કંપનીઓને મોટા પ્રમાણમાં આર્થિક લાભ થાય તે માટે સ્થાયી સમિતિએ વધુ ત્રણ વર્ષ માટે 19,300 ઓપરેટર પ્રતિ માસ લેખે સોંપણી કરી દીધી. જે ખરેખર નિયમની વિરુદ્ધ છે ત્રણ વર્ષ પૂરા થવાના છે એ ઘણા સમયથી ખબર હોવા છતાં પણ આ માટે ટેન્ડર બહાર પાડ્યા નહીં.

જ્યારે અન્ય ઇજારદાર દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્રના માધ્યમથી જાણ કરી કે, આ જ કામ આ તમામ શરતોને આધીન અમે રૂપિયા 16,000 ના ભાવથી કરવા તૈયાર છીએ જો ખરેખર ટેન્ડર બહાર પાડ્યું હોત તો આના કરતાં પણ ઓછા ભાવની અંદર સુરત મહાનગરપાલિકાને કોમ્પ્યુટર ઓપરેટરો પુરા પાડવા માટે વધુ એજન્સીઓ આના કરતાં પણ નીચા ભાવથી કામગીરી કરવા માટે તૈયાર હોત અને સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો વાર્ષિક ફાયદો થઈ શકતો હતો.

નસ નસમાં ભરેલા ભ્રષ્ટાચારને કારણે સ્ટેન્ડિંગ સમિતિએ ઉપરવટ જઈને એડવાન્સમાં કામગીરીની સોંપણી કરી નાખી અને સુરત મહાનગરપાલિકાનું અંદાજીત 80 કરોડ રૂપિયાની નુકસાની માટે જવાબદાર બન્યા કમિશનર તાત્કાલિક ધોરણે આ ઠરાવને રદ કરવા માટે અને નવી ટેન્ડરિંગ પ્રક્રિયા કરવા માટે કામગીરી હાથ ધરવા આપના માધ્યમથી અનુરોધ સહ માંનાગની કરીએ છીએ તેમજ પાલિકાની તિજોરીની થઈ રહેલ ઉઘાડી લુંટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *