અદાણી ગ્રુપ નું નામ દેશના અગ્રણી ઉદ્યોગગૃહો માં સામેલ છે. આ નામ દરેક ગુજરાતીઓ જાણતા જ હશે. હાલમાં જ અદાણી ગ્રૂપના સામાજિક કાર્ય કરતા અદાણી ફાઉન્ડેશન ની એક પહેલ એ કચ્છ જિલ્લાના દુર્ગમ ગામડાઓમાં સરકારી શાળાઓ દત્તક લઈને વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે. અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણની પહેલ અંતર્ગત ચાલનારા પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણામાં આઠ શાળાઓ ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓને દત્તક લેવામાં આવી છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર દ્વારા શૈક્ષણિક રૂપથી પછાત વિદ્યાર્થીઓ જેને પ્રિય વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને ભણતરની સાથે તાલીમ પણ આપવામાં આવશે. આ શાળાઓમાં શિક્ષણ આપનાર વિદ્યાર્થીઓ ઉત્થાન સહાયક નામથી ઓળખાશે. જેવો આ બાળકોને ભણવાનું સમજવાનું અને લખવાનું સારી રીતે શીખવશે.
આ પ્રસંગે કાર્યક્રમને ખુલ્લો મુક્તિ વેળાએ અદાણી ફાઉન્ડેશનના નિર્દેશક શ્રી વસંત ગઢવીએ જણાવ્યું કે, દરેક બાળકોને ગુણવત્તા પૂર્ણ શિક્ષણનો અધિકાર છે. ઉત્થાન પ્રોજેક્ટમાં અમારુલક્ષ્ય પ્રાથમિક શાળાઓના સ્તરને ઊંચું લઇ જવાનું છે અને આ બાળકોનું પાયાથી શિક્ષણ મજબૂત કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં સાત ગામડાઓની 17 શાળાઓ ચલાવાઈ રહી છે. જેમાં 2,411 વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. આ સરકારી શાળાઓનો અભ્યાસક્રમ ખાસ અદાણી ફાઉન્ડેશન ની શાળાઓમાં કામ કરતાં સહાયક શિક્ષકોએ તૈયાર કર્યો છે. જેમાં ધોરણ ૧ થી ૪ સુધી પણ અંગ્રેજી ભણાવવામાં આવે છે. ગુજરાતની અન્ય સરકારી શાળાઓમાં ધોરણ 5 થી અંગ્રેજી શિક્ષણ આપવામાં આવતું હોય છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષા અભ્યાસક્રમ માં સમાવવામાં આવી છે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા માત્ર કચ્છમાં જ નહીં, પરંતુ અમદાવાદ, ભદ્રેશ્વર અને છત્તીસગઢના સરગુંજા વિસ્તારોમાં અદાણીની શાળાઓ ચાલે છે. જ્યાં ઓછી અને મધ્યમ આવક વાળા પરિવારોના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ મફત શિક્ષણ મેળવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.